ઓબામાના ભાષણ સ્થળ ઉપરથી ઉડાન ભર્યા પછી વિમાન દુર્ઘટનાગ્રસ્ત

વોશિંગ્ટન: કોલોરાડોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ભાષણના સ્થળ પર ઉડાન ભર્યાના થોડાક સમય પછી અમેરિકાની વાયુ સેનાનું વિશિષ્ટ થંડરબર્ડ દળનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. નામ ન બતાવવાની શરતે એક અધિકારીએ જણાવ્યું છે કે વાયુ સેના અધિકારીના જણાવ્યા પ્રમાણે વિમાન ચાલક વિમાનમાંથી સુરક્ષીત રીતે બહાર નિકળી આવ્યો હતો અને તેને હોસ્પિટલમાં તેની ચકાસણી કરાઇ રહી છે. કાલની દુર્ઘટના થયા પછી એરફોર્સ વન દ્વારા વોશિંગ્ટન રવાના થાય તે પહેલા ઓબામાએ પીટરસન એરફોર્સ બેસના ચાલક સાથે મુલાકાત કરી હતી.

રાષ્ટ્રપતિની સાથે યાત્રા પર ગયેલા સંવાદદાતાઓના પ્રમાણે, ઓબામાએ એ વાત પર સંતોષ વ્યક્ત કર્યો કે ચાલકને કોઇ જગ્યાએ વાગ્યું નથી અને તેમને દેશની સેવા કરવા માટે તેની શુભેચ્છા પાઠવી હતી. અધિકારીએ જણાવ્યું કે એફ 16 થંડરબર્ડ કોલોરાડો સ્પ્રિંગ્સમાં આયોજિત યૂએસ એરફોર્સ એકેડમીના સ્નાતક સત્રના શુભારંભ કાર્યક્રમ દરમિયાન ઉડાન ભરવા ના થોડાક સમય પછી દપર્ઘટનાગ્રસ્ત થઇ ગયું હતું.

નોંધનીય છે કે ઓબામા આ જગ્યા જનસભાને સંબોધિત કરી રહ્યા હતાં. દુર્ઘટના પીટરસન એરફોર્સ બેસની નજીક 6 કિલોમીટર દૂર થયું હતું. વાયુસેના અધિકારીએ જણાવ્યું કે વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થયાવા કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

You might also like