એરચીફે વાયુસેનાને કરી એલર્ટ, ઓપરેશન માટે તૈયાર રહે

નવી દિલ્હીઃ એર ચીફ માર્શલ. બી.એસ. ઘનોઆએ ભારતીય વાયુસેનાના અઘિકારીઓને પત્ર લખ્યો છે. જેમાં તેમણે શોર્ટ નોટિસમાં મોટી કાર્યવાહી માટે સેનાને તૈયાર રહેવાનું જણાવ્યું છે. આવું પહેલી વખત બન્યું છે કે ભારતીય વાયુસેનાના ચીફએ એક અંગત પત્ર અધિકારીઓને લખ્યો છે. વાયુસેના પ્રમુખે આ પત્ર પર 30 માર્ચે શહિ કરી છે. જેમાં તેમણે પક્ષપાત અને જાતીય સતામણીના મુદ્દાઓ અંગે પણ વાત કરી છે. 12000 ઓફિસરને મોકલવામાં આવેલા પત્રમાં ઘનોઆની નિમણુકના ત્રણ મહિના બાદ લખવામાં આવ્યો છે. આ પહેલાં અન્ય બે આર્મી ચીફે આવું કર્યું હતું. ફીલ્ડ માર્શલ કે એમ કરિયપ્પાએ 1 મે 1950 અને જનરલ કે સુંદરજીએ ફેબ્રુઆરી 1986માં આ રીતનો પત્ર લખ્યો હતો. હાલની સ્થિતિમાં પત્રમાં ઘનોઆએ લખ્યું છે કે હાલ અમારી ચારે બાજુ જોખમ છે. ત્યારે આવી પરિસ્થિતીમાં એક શોર્ટ નોટિસ દ્વારા મોટી કામગીરી માટે આપણે તૈયાર રહેવું પડશે.

પાકિસ્તાન તરફથી સતત કરવામાં આવી રહેલા પ્રોક્સી વારનો ઉલ્લેખ કરવા સાથે તેમણે લખ્યું છે કે સતત સેનાના કેમ્પો પર આંતકી હુમલો થઇ રહ્યો છે. જે કારણે જમ્મુ કશ્મીરમાં અશાંતીનો માહોલ છે. એર ફોર્સ ચીફે પોતાના આ પત્રમાં કામના સાધનોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે વાયુસેના પોતાની પાસે 42 ફાઇટ પ્લેન રાખી શકે છે. પરંતુ હાલની સ્થિતીમાં અમારી પાસે માત્ર 33 જ છે. 36 રાફેલ ફાઇટર પ્લેનની ડીલ ફ્રાન્સ સાથે થઇ છે. એમઆઇજી શ્રેણીમાં સ્વેદેશી ફાઇટર તેજસ પણ અમારી શક્તિનો એક ભાગ છે. આ બધા ઉપરાત પાકની નાપાક હરકતોથી કંટાળીને ભારત પોતાની શક્તિ વધારવામાં લાગ્યું છે. આજ કારણે ભારતે અમેરિકા પાસેથી 19 ફાઇટર પ્લેન ખરીદવાનું નક્કી કર્યું છે.

http://sambhaavnews.com/

You might also like