સીરિયામાં હોસ્પિટલ પર હવાઇ હુમલો, 17નાં મોત

દમિશ્ક: સીરિયાના હૈલાબની હોસ્પિટલ પર હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત નિપજ્યાં છે. ચેરિટી મેડિસિંસ સેંસ ફ્રંટિયર્સ સંસ્થા (એમએસએફ)એ ગુરૂવારે આ જાણકારી આપી.

એમએસએફે કહ્યું કે હુમલામાં 14 દરદીઓની સાથે 3 ડોક્ટરોના પણ મોત થયા છે. આ હોસ્પિટલનું નામ અલ-કાદિસ છે, જેને એમએસએફની મદદ મળતી હતી.

એમએસએફના સૂત્રોએ હુમલા માટે સીરિયાની સરકાર અથવા રૂસી યુદ્ધક વિમાનોને દોષી ગણાવ્યા છે, પરંતુ તેની કોઇ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. સીરિયામાં હાલમાં સંધર્ષ વિરામ હોવાછતાં હિંસામાં વધારો થયો છે. ગત મહિને સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતામાં કરવામાં આવેલા સંઘર્ષ વિરામ પર સંકટના વાદળો મંડરતા જોવા મળી રહ્યાં છે.

એમએસએફે ગુરૂવારે ટ્વિટ કરીને કહ્યું કે ‘હૈબાલમાં એમએસએફ-સમર્થિત હોસ્પિટલને નષ્ટ કરી દેવામાં આવી. હુમલામાં 14થી વધુ દરદીઓ અને કર્મચારીઓના મોત નિપજ્યાં છે. મૃતકોની સંખ્યા વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તેમણે આગળ કહ્યું કે ‘અમે અલ-કુદસ હોસ્પિટલ પર કરવામાં આવેલા હુમલાની નિંદા કરીએ છીએ. ઘટનાસ્થળ પર હાજર કાર્યકર્તાએ કહ્યું કે હોસ્પિટલની આસપાસની બિલ્ડિંગો પર હુમલા કરવામાં આવ્યા. નાગરિક સુરક્ષા એજન્સી દ્વારા હવાઇ હુમલામાં પ્રભાવિત હોસ્પિટલ અને આસપાસના ભવનોની ચારેય તરફ કર્મચારીઓ ગોઠવવામાં આવ્યા છે.

You might also like