એમ્સ હોસ્પિટલે 500 રૂપિયાથી ઓછા ચાર્જિસને કર્યા ફ્રી

ભારત સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાના નિર્ણયની જાહેરાત પછી ઘણી જગ્યાઓ પર લેવડદેવડની પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. આ સાથે લોકો આવનારા બે દિવસો સુધી ચલણી કટોકટીનો સમાનો કરશે. લોકોની આ મુશ્કેલીને ધ્યાનમાં રાખતા દિલ્લીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાને (એમ્સ) તાત્કાલિક ધોરણે 500 રૂપિયાથી ઓછા ચાર્જિસને ફ્રી કરી દીધા છે. આ સાથે ઓપીડીમાં આવનારા દર્દીઓ પાસેથી લેવાતા 10 રૂપિયાની ફી પણ ગુરુવારે નહિ લેવામાં આવે.

એમ્સના ડેપ્યુટી ડાયરેક્ટર વી શ્રીનિવાસે એક પ્રેસ રીલીઝ જાહેર કરીને જણાવ્યું છે કે 10 અને 11 નવેમ્બરે ઓપીડી ચાર્જ અને 500 રૂપિયાથી ઓછા આઉટ પેશન્ટ ક્લિનિકલ ચાર્જ નહિ લેવામાં આવે. રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે 10 અને 11 નવેમ્બરે ઓપીડીમાં નવા આવનારા દર્દીઓ પાસેથી 10 રૂપિયા ઓપીડી ચાર્જ નહિ લેવામાં આવે. આ ઉપરાંત આઉટ પેશન્ટના બીલમાં 500થી ઓછો ખર્ચ હશે તો આ બે દિવસો દરમિયાન એ નહિ લેવામાં આવે.

આ આદેશમાં આગળ એ પણ કહેવામાં આવ્યું છે કે આ આદેશ એમ્સમાં નાની નોટની કમીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી દર્દીઓને કોઈ પણ પ્રકારની હેરાનગતિનો સામનો ન કરવો પડે. નોંધપાત્ર છે કે કેટલીક જગ્યાઓએથી એવી ફરિયાદો આવી રહી છે કે લોકો ચલણની અછતને કારણે મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

You might also like