AIMIM નેતાનું ભડકાઉ ભાષણ, ઠાકરે-ફાકરે મોદી ગાંધીથી ન ડરે મુસ્લિમ

પુનાઃ ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસલમીન પાર્ટી નેતા તેમ જ ધારાસભ્ય અકૂરૂદ્દીન ઓવેસીએ પુનામાં મહાનગરપાલિકાની ચૂંટણીની સભામાં ભકડાઉ ભાષણ આપ્યું છે. તેમણે પીએમ મોદી અને ભાજપ પર પ્રહારો કર્યા છે. બુધવારે રજૂ કરવામાં આવેલા બજેટ પર પણ નિશાન સાધ્યું છે. પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે પીએમ મોદી દરેક વખતે મીત્રો મીત્રો કરે છે. તેમણે પોતાની સભામાં બેલ્ક મની માટે પૂછ્યું કે આ બજેટમાં ગરીબો, મીડલ ક્લાસ, લોઅર અને હાઇ ક્લાસ લોકો માટે શું છે.

અકબરૂદ્દીને પોતાના ભાષણમાં મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મોદી નાટક કરવામાં માહિર છે. ઓવૈસીએ કહ્યું કે ભારત ખૂબ જ સારો અને પવિત્ર દેશ છે. સ્વચ્છતા અભિયાન પર નિશાનો સાધતા ઔવેસીએ કહ્યું કે દેશમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાની જરૂર જ નથી. તેમણે કહ્યું કે જો કોઇ ગંદકી છે તો તે ભાજપા, સંધ પરિવાર, આરએસએસની વિધારધારમાં છે. જેને બદલવાની જરૂર છે. ઔવેસીએ ત્યાં હાજર લોકોને કહ્યું કે ઠાકરે-ફાકરે, મોદી કે ભગવાન, ગાંધી કે પાવરથી ડરવાની જરૂર નથી. તેમની સાથે અલ્લાહ છે. ઔવેસીએ પાઘડી પહેરીને મોદી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ પાઘડી પહેરવા તૈયાર છે. પરંતુ કોઇ તેમની ટોપી પહેરવા તો તૈયાર થાય.

http://sambhaavnews.com/

You might also like