બ્રેઈન ટ્યૂમરની સર્જરી માટે અેઈમ્સમાં અઢી વર્ષનું વેઇટિંગ

નવી દિલ્હી: બ્રેઈન ટ્યૂમરથી પીડાતા બિહારના ખગડિયા જિલ્લાના રહીશ અેવા ૧૬ વર્ષના શુભમને આશા હતી કે તેને સતાવતી આ પીડાની એઈમ્સમાં ઝડપથી સર્જરી થઈ જશે, પરંતુ તે જ્યારે હોસ્પિટલમાં ગયો ત્યારે તેની આ આવી આશા પર પાણી ફરી વળ્યું હતું, કારણ તેને તેની આવી સર્જરી માટે અઢી વર્ષનો સમય આપવામાં આવ્યો છે.

આ કિશોર જ્યારે રેલવે મંત્રાલયના અેક અધિકારીની ભલામણથી એઈમ્સમાં ગયો હતો ત્યારે તેને આ હોસ્પિટલના ખાનગી વોર્ડમાં દાખલ થવા માટે આગામી વર્ષના ફ્રેબ્રુઆરી માસની તારીખ આપવામાં આવી હતી, પરંતુ ત્યારે તેણે જણાવ્યું હતું કે મારા પિતા ગામમાં ખેતી કરે છે અને આ માટેના પૈસા અમારી પાસે નથી કે તે ખાનગી હોસ્પિટલમાં સર્જરી માટેનો ખર્ચ ઉઠાવી શકે. અેક મહિના પહેલાં પટણામાં તેણે એક ડોક્ટરને બતાવ્યું હતું ત્યારે સિટી સ્કેન અને એમઆઈઆર કરતાં જાણવા મળ્યું હતું કે તેના માથામાં ટ્યૂમર છે. તેથી ડોક્ટરે તેને એઈમ્સમાં જઈને બે માસમાં સર્જરી કરાવવા જણાવ્યું હતું, પરંતુ તે વખતે એઈમ્સના સંચાલકો તરફથી તેને સર્જરી માટે ૨૩ જાન્યુઆરી, ૨૦૧૯નો સમય આપવામાં આવ્યો હતો.

આ અંગે શુભમે જણાવ્યું હતું કે મને આશા હતી કે એઈમ્સનું નામ સારું હોવાથી મારી સમયસર સર્જરી થઈ જશે, પરંતુ અહીં આવ્યા બાદ મને માત્ર નિરાશા મળી છે. ત્યારબાદ તેણે કોઈના દ્વારા રેલવે રાજ્ય પ્રધાન પાસે ભલામણ કરાવી હતી ત્યારે રેલવે રાજ્ય પ્રધાનના અેક ખાસ અધિકારીએ એઈમ્સના સંચાલકોને પત્ર પાઠવી તેની જલદીથી સર્જરી કરવા અનુરોધ કર્યો હતો. શુભમે વધુમાં જણાવ્યું કે આ પત્ર બાદ એઈમ્સના તંત્રએ તેને ખાનગી વોર્ડમાં દાખલ થઈ જવા જણાવ્યું હતું અને તે પણ ફ્રેબ્રુઆરી-૨૦૧૭નો સમય આપ્યો છે. તેણે જણાવ્યું કે ત્યારબાદ તે વકીલ અશોક અગ્રવાલને મળ્યો હતો.

You might also like