VIDEO: કોંગ્રેસની ગુજરાત બાદ અન્ય રાજ્યોનાં મંદિરો પર નજર

ગુજરાતઃ કોંગ્રેસને ખાસ કરીને રાહુલ ગાંધીને મંદિર દર્શન અને હિંદુવેશ ફળીભૂત થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. લાંબા સમય સુધી કોઈ એક જૂથ વિશેષની આળપંપાળમાંથી કોંગ્રેસ હવે બહાર આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે કોંગ્રેસનો નવો યુગ શરૂ થઈ રહ્યો છે.

ગુજરાતમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ચોટીલાથી માંડીને દ્વારકા અને અંબાજી સુધી મંદિર કરેલું ભ્રમણ મોડેલ હવે અન્ય રાજ્યમાં પણ લાગુ પડશે તેવું લાગી રહ્યું છે. કેમ કે, AICCએ ચૂંટણીનાં કિનારે આવેલા રાજ્યો પાસે પણ તેમનાં મોટા મંદિરોની માહિતી માગી છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પાસેનાં મોટા મંદિરો વિશેની માહિતી રાહુલ ગાંધીને આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે. તેનાં પરથી એવું સ્પષ્ટ થાય છે કે, હવે રાહુલ ગાંધી લાંબી જાત્રાએ નીકળવાની તૈયારી શરૂ કરશે.

મ્હાત આપવા મંદિરનો આશરો!
ગુજરાત બાદ કોંગ્રેસનું અન્ય રાજ્યો પર ફોકસ
AICCએ રાજ્યો પાસે માંગી યાદી
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ પાસે માંગ્યો રિપોર્ટ
રાજ્યનાં મોટા મંદિરો વિશે માગી માહિતી
રાહુલ ગાંધીને માહિતી આપવા અંગે કહેવાયું

You might also like