અમદાવાદનાં વસ્ત્રાપુરમાં પતિએ જ કરી પત્ની કરપીણ હત્યા

અમદાવાદઃ શહેરનાં વસ્ત્રાપુરનાં સૂર્યવંશી ટાવરમાં એક ફ્લેટનાં બાથરૂમમાંથી મહિલાનો મૃતદેહ મળતાં આસપાસનાં લોકોમાં ભારે ચકચાર મચી ગઇ છે. આ ઘટનામાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક મહિલાનો પતિ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ઘરેલુ ઝધડામાં પતિએ જ પત્નીની હત્યા કરી નાખી હતી. એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા વ્યક્તિએ જ પોતાની પત્નીને છરીનાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ વાત ખુદ આરોપીએ સ્વીકારી હતી.

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં સૂર્યવંશી ટાવરમાં મર્ડર
પતિએ જ કરી પત્નીની કરપીણ હત્યા
સામાન્ય તકરાર બની હત્યાનું કારણ
દારૂનાં નશામાં પત્નીને ઉતારી મોતને ઘાટ

You might also like