અમદાવાદમાં ૫૦૫૧ લોકો પાસે હથિયારનું લાઈસન્સ

અમદાવાદ: સરકાર દ્વારા વિકાસશીલ ગુજરાત અને સુરક્ષિત ગુજરાતની વાત કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં 5000થી વધારે લોકોને પરવાનાવાળા હથિયાર રાખવાની જરૂરિયાત ઊભી થઇ છે, જ્યારે મહિલા મુખ્યપ્રધાનના રાજ્યમાં અમદાવાદ શહેરમાં 78 જેટલી મહિલાઓએ પણ હથિયાર લીધા હોવાનું સામે આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં ત્રણ મહિલાઓને લાઇસન્સ આપવામાં આવ્યાં છે. જે હથિયારના પરવાના પોલીસ કમિશનર લેવલે આપવામાં આવતા હોય છે એ નોન પ્રો‌િહ‌િબટેડ હથિયાર, જેમાં મુખ્યત્વે 12 બોરની પિસ્ટલ, રિવોલ્વર, પિસ્ટલ અને રાઇફલના લાઇસન્સ આપવામાં આવે છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 5051 લોકોને હથિયારના પરવાના આપવામાં આવ્યા છે, જેમાં 78 જેટલી મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં અનેક સરકારી અધિકારી, બિલ્ડરો, ‌િબઝનેસમેનો અને જવેલર્સનો સમાવેશ થાય છે. વર્ષ 2015માં 147 જયારે વર્ષ 2016માં 32 પરવાના ઈશ્યૂ કરી દેવામાં આવ્યા છે.

આ અંગે ટ્રાફિકના એ‌િડશનલ કમિશનર સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે ખેલાડીઓ દ્વારા પણ લાઇસન્સ લેવામાં આવે છે. જ્યારે છેલ્લા ત્રણ મહિનામાં એક મહિલા બિલ્ડર તેમજ મહિલા ખિલાડીએ લાઇસન્સ લીધું છે. કેટલાક લોકો પરિવારજનોનાં નામે પણ લાઇસન્સ ટ્રાન્સફર કરે છે.

લાઇસન્સ બ્રાંચના પીઆઈએ જણાવ્યું કે ત્રણ મહિનામાં ત્રણ મહિલાઓએ હથિયારનાં લાઇસન્સ લીધા છે. 2016ના વર્ષમાં 32 જેટલા લોકોને લાઇસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે. હથિયાર ધારકને યુનિક આઈડી નંબર આપવામાં આવે છે, જેમાં હથિયારધારકના નામ-સરનામા સાથે વિગત રહેતી હોય છે હથિયારની પરવાનગી મેળવનાર જાહેર જગ્યા, વરઘોડામાં કે ભીડભાડવાળા વિસ્તારમાં ઉપયોગ કરી શકતા નથી અને જો તે આવું કરે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને લાઇસન્સ પણ રદ થઈ શકે છે.

You might also like