અમદાવાદીઓએ માણી ઊંધિયા, જલેબી અને કચોરીની જયાફત

અમદાવાદ: મકરસંક્રાંતિ-ઉત્તરાયણ એટલે પતંગરસિકોનો તહેવાર. ગઈ કાલે શહેરમાં હવામાન વિભાગની અાગાહી મુજબનો દસ કિ.મીની ઝડપનો પવન દિવસભર રહ્યો હતો, જેના કારણે પતંગરસિકોને પતંગ ચગાવવામાં ભારે અાનંદ અાવ્યો હતો. અમદાવાદના તમામ વિસ્તારોમાં દરેક ફ્લેટ, એપાર્ટમેન્ટ, ટેનામેન્ટ સહિતની નાની-મોટી ઈમારતોના ધાબા અને અગાસીઅો ઉપર વહેલી સવારથી પતંગના શોખીનો ચડી ગયા હતા. તેઓએ મોટા ભાગની અગાસીઅો અને ધાબાઅો ઉપર મ્યુઝિક સિસ્ટમ સાથે પોતાના ‍પરિવાર અને મિત્રવર્તુળો સાથે પતંગ ચડાવી હતી.

ઉત્તરાયણ એટલે અમદાવાદીઅો માટે પતંગ બાદ ઊં‌િધ‍યા-જલેબી અને કચોરીની જ્યાફત માણવાનો દિવસ, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારમાં ઊં‌િધ‍યા-જલેબીના સ્ટોલ ઠેર ઠેર લાગ્યા હતા. ઊં‌િધ‍યું અને જલેબી લેવા માટે શહેરીજનો સવારના રૂ‌િપ‍યા અાપીને ઊં‌િધ‍યું ખરીદવા માટે સવારથી લાઈનમાં જોવા મળ્યા હતા.

સમગ્ર દિવસ દરમિયાન પતંગ ચડાવ્યા બાદ સાંજના સમયે શહેરીજનોએ અગાસીઅો અને ધાબાઅો ઉપર ફટાકડા ફોડતાં તેના કારણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો તેમજ સાંજ પડતાંની સાથે શહેરનું અાકાશ તુક્કલોથી ભરાઈ ગયું હતું. એક તરફ હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં ચાઈનીઝ દોરીની જેમ ચાઈનીઝ તુક્કલ ઉપર પણ પ્રતિબંધ લદાયો છે. તેમ છતાં સાંજના સમયે અનેક વિસ્તારોમાં ચાઈનીઝ તુક્કલો ઉડાડવામાં અાવ્યા હતા.

You might also like