VIDEO: અમદાવાદ-ઉદેપુર ને. હાઇવેનાં ટોલબુથ પર હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવેનાં ટોલબુથ પર કેટલાંક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. રાત્રે 3:30 કલાકે અજાણ્યા શખ્સો બાઇક પર આવે છે અને ટોલબુથની કેબિન પાસે પહોંચે છે. આ કેબિન પર તેઓ પેટ્રોલબોંબ ફેંકે છે. આગ ચાંપે છે.

જો કે આ ઘટનામાં બાઇક સવાર પણ દાઝે છે. જો કે આ હુમલામાં સદ્દનસીબે કોઇને જાનહાની થઇ નથી. જો કે બાઇક ચાલકો પોતે દાઝી ગયા હતા. આ બાઇકચાલકો કોણ છે અને શા માટે તેમણે હુમલો કર્યો તે હજુ જાણી નથી શકાયું. આ મામલાને લઇને સામે આવેલા CCTVને લઇ મોડાસા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર ઘટનામાં બાઇક પર સવાર બે અજાણ્યા શખ્સો ટોલબુથ પર પેટ્રોલબોંબ ફેંકતા જ તેઓ પણ એકાએક સળગી ઉઠે છે. અને તેઓ પણ આ આગનાં લપેટામાં લપેટાઇ જાય છે. તેમજ ઘટના અનુસાર જો વાત કરીએ તો બાઇકસવાર બે અજાણ્યા શખ્સો પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહી એક બોટલમાં ભરીને લાવે છે અને એકાએક ટોલ કેબીન પર ફેંકી તેને દીવાસળી ચાંપતા જ એકાએક આગ પકડી ઉઠે છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ ટોલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરી હતી. સમગ્ર અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને આ બાઇક પર સવાર બે શખ્સો કોણ છે અને તેઓ ક્યાંથી આવ્યાં અને શા માટે તેઓએ આવું હિચકારૂ કૃત્ય કર્યું જેવી બાબતો અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

You might also like