અમદાવાદમાં વાદળો ઘેરાશે, પરંતુ ૧૭મી સુધી વરસાદની શક્યતા નથી

અમદાવાદ: શહેરમાં વાદળછાયા વાતાવરણના કારણે ગમે ત્યારે વરસાદ ખાબકી પડે તેવો માહોલ સર્જાયો છે, પરંતુ સ્થાનિક હવામાન કચેરીની આગાહીને જોઈએ તો શહેરના આકાશમાં વરસાદી વાદળો છવાયેલાં રહેશે પરંતુ આગામી ૧૭ જૂન, સુધી વરસાદ પડે તેવી શક્યતા નહીવત્ છે.

તાજેતરમાં રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી હેઠળ ઠેકઠેકાણે વરસાદ પડ્યો હતો. રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાથી વરસાદ તૂટી પડશે તેવી ચર્ચાએ જોર પક્ડ્યું હતું. જે પ્રકારે શહેરમાં પણ સવારથી વરસાદી વાદળાની વચ્ચે સૂર્યનારાયણ ઢંકાઈ જાય છે અને વાતાવરણ ખુશનુમા બને છે તેને જોતાં ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેમ લાગે છે.

દરમિયાન સ્થાનિક હવામાન કચેરીનાં સૂત્રો કહે છે કે દક્ષિણ ગુજરાતમાં તા.૧૪ જૂન સુધી હળવાથી ભારે વરસાદ તૂટી પડે તેવી શક્યતા છે, પરંતુ અમદાવાદમાં આકાશમાં વાદળો ઘેરાયેલાં રહેવા છતાં પણ વરસાદની શક્યતા નહીંવત્ છે.

You might also like