અનામત સમિતિ ચિંતન શિબિર: 15 ટકા અનામતનો લાભ આપવાની ઠાકોર સમાજની માંગ

અમદાવાદઃ શહેરનાં શીલજ વિસ્તારમાં ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિનું ચિંતન શિબિર યોજાયું હતું. આ બેઠકમાં ઠાકોર સમાજનાં આગેવાનો જોડાયાં હતાં. આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા પણ ભાગ લેવા માટે પહોંચ્યાં હતાં. 27 ટકા OBC અનામતમાંથી ઠાકોર સમાજે 15 ટકા અનામતનો લાભ આપવાની માંગ કરી છે.

ઠાકોર સમાજનાં નિગમને અપાતા ફંડમાં પણ વધારાની માંગ કરાઇ છે. મહત્વનું છે કે, આ પહેલાં 2007માં પણ ઠાકોર સમાજે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને 27 ટકા OBC અનામતમાં તમામ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. ત્યારે હવે આ ચિંતન શિબિર બાદ ઠાકોર સમાજ દ્વારા સરકારને પત્ર લખવામાં આવશે.

મહત્વનું છે કે અમદાવાદનાં શિલજ વિસ્તારમાં ગુજરાત ઠાકોર સમાજ દ્વારા અનામત સમિતિની ચિંતન શિબિર યોજાઇ હતી કે જેમાં ઠાકોર સમાજનાં આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં કે જેઓએ 27 ટકામાંથી 15 ટકા અનામતનો લાભ ઠાકોર સમાજને મળે તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મુદ્દાને લઇ ઠાકોર સમાજ સરકારને પત્ર પણ લખશે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ઠાકોર સમાજે 2007માં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

You might also like