અમદાવાદ ૮.૯ ડિગ્રી ઠંડીમાં થથર્યું

અમદાવાદ: અમદાવાદ ફરી કોલ્ડવેવની ઝટપમાં આવ્યું છે. આજે શહેરમાં ૮.૯ ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઠંડીનો પારો નીચે ઉતરતા અમદાવાદીઓ ધ્રૂજી ઉઠ્યા હતા.

આમ તો છેલ્લા બે – ત્રણ દિવસથી અમદાવાદમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, પરંતુ આજે સવારથી ઠંડીની તીવ્રતાથી લોકો રીતસરના ઠરી ગયા હતા.
અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. નલિયામાં ૭.૨ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાતા નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું હતું. જ્યારે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ૮.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમરેલીમાં પણ ઠંડીનો પારો ૮.૦ ડિગ્રી જઈને અટક્યો હતો.

ડીસામાં ૮.૪ ડિગ્રી તેમજ વલસાડમાં ૮.૬ ડિગ્રી ઠંડી સાથે ઠંડીનો સપાટો ફરી વળ્યો હતો. સુરતમાં મહુવામાં ૯.૭ ડિગ્રી, કંડલામાં ૮.૮ ડિગ્રી, વડોદરામાં ૧૧.૨ ડિગ્રી, સુરતનાં ૧૪.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૧.૫ ડિગ્રી, જામનગરમાં ૧૦.૯ ડિગ્રી, પોરબંદરમાં ૧૧.૫ ડિગ્રી, વેરાવળમાં ૧૫.૨ ડિગ્રી, દ્વારકામાં ૧૦.૮ ડિગ્રી, ઓખામાં ૧૮.૬ ડિગ્રી, ભૂજમાં ૧૨.૪ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૧.૪ ડિગ્રી, કંડલામાં ૧૧.૦ ડિગ્રી, દીવમાં ૧૦.૩ ડિગ્રી અને વલ્લભ વદિ્યાનગરમાં ૧૦.૬ ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. દરમિયાન સ્થાનિક હવામાન ખાતાની આગાહી જણાવ્યા મુજબ, રાજ્યમાં આગામી ૭૨ કલાક હજુ કાતિલ ઠંડીનો જોર યથાવત રહેશે.

You might also like