સુરેશ શાહ હત્યા મામલે ક્રાઈમબ્રાંચના એડિ. DCPનું નિવેદન, જાણો શું કહ્યું?

અમદાવાદઃ શહેરનાં વાસણા વિસ્તારમાં રહેતા વેપારી સુરેશ શાહની સરાજાહેર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ મામલે અમદાવાદ ક્રાઈમબ્રાંચે એક શાર્પશૂટરની ધરપકડ કરી લીધી છે. ક્રાઈમ બ્રાંચે ચોટીલા પાસેથી રવુ ખાચર નામનાં આરોપીની ધરપકડ કરાઇ છે. ક્રાઈમ બ્રાંચે આરોપીની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરનાં વાસણા વિસ્‍તારમાં ધોળા દિવસે મંદિરમાં સુરેશ શાહ નામનાં વેપારીની સરાજાહેર હત્યા કરી દેવામાં આવી હતી. ઢાળની પોળમાં રહેતા સુરેશ શાહ એ વાસણાની લાવણ્યા સોસાયટીમાં આવેલા વિશ્વેશ્વર મહાદેવનાં દર્શન કરવા માટે આવ્યાં હતાં ત્યારે મંદિરમાં જ તેમની હત્યા કરી દેવામાં આવી હતી.

પ્રાપ્ય માહિતી અનુસાર, હુમલાખોરોએ 50 વર્ષનાં સુરેશભાઈ શાહને પાછળથી માથામાં પાઈપ ફટકારી હતી. જેથી તેઓ અચાનક જ નીચે પડી ગયાં ત્યારે તે દરમિયાનતેઓની પર દેશી તમંચાથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું અને આ રીતે સુરેશ શાહને પાડી દઈ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે સુરેશ શાહ હત્યા કેસ મામલે ક્રાઈમ બ્રાંચનાં એડિશનલ DCPએ પત્રકાર પરિષદ સંબોધતાં જણાવ્યું હતું કે, આ કેસમાં આરોપી રવુ કાઠીએ રાજુ શેખવાનાં ઈશારે હત્યા કરી હોવાનું કબુલ્યું છે.

જૂની દુશ્મનાવટનાં કારણે આ હત્યા કરવામાં આવી હતી અને આશરે રૂપિયા 50 લાખની રકમનો વ્યવહાર પણ કરવામાં આવ્યો હ તો. જો કે હાલમાં પોલીસે રાજુ શેખવાની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

You might also like