અમદાવાદમાં ૧.૩૧ લાખથી વધુ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષા આપશે

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અાગામી માર્ચમાં ધોરણ 10 અને 12 તથા વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-2-4ની પરીક્ષા લેવામાં અાવનાર છે ત્યારે અમદાવાદ શહેરમાં 1.31 લાખથી વધારે વિદ્યાર્થીઅો પરીક્ષા અાપશે. 1.31 લાખ વિદ્યાર્થીઅોની પરીક્ષા માટે શિક્ષણ વિભાગ દ્વારા 7000થી વધુ અ‌િધ‍કારી અને કર્મચારીઅોને તહેનાત કરવામાં અાવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અાગામી તા. 8 માર્ચથી ધો. 10 અને 12 (સામાન્ય પ્રવાહ) તેમજ વિજ્ઞાનપ્રવાહના સેમેસ્ટર-4 અને 2ની પરીક્ષાઅોનો પ્રારંભ થનાર છે, જેના અંતર્ગત અમદાવાદ શહેરમાં ધો. 10ની પરીક્ષામાં 67,000થી વધુ વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 42,000થી વધુ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર-4 અને 2માં 22,000થી વધુ વિદ્યાર્થીઅો પરીક્ષા અાપનાર છે, જેના અંતર્ગત શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લા શિક્ષણા‌િધ‍કારીની કચેરી દ્વારા શહેરને 14 ઝોનમાં અને 36 સેન્ટરોમાં વહેંચવામાં અાવ્યું છે. ધોરણ-10 અને 12ની પરીક્ષાઅો માટે શિક્ષણા‌િધ‍કારી કચેરી દ્વારા 413 જેટલાં બિલ્ડિંગમાં પરીક્ષા લેવામાં અાવશે. અા તમામ બિલ્ડિંગોમાં અાવેલા પરીક્ષાખંડો પર સીસીટીવી કેમેરાથી ‍નજર રાખવામાં અાવશે. જ્યારે કેટલાંક બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા ન હોય તેવા પરીક્ષા ખંડમાં ટેબ્લેટ દ્વારા નિરીક્ષણ કરવામાં અાવશે.

શહેરના ધો.10 અને 12ના 1.31 લાખથી વધુ વિદ્યાર્થીઅોની પરીક્ષા લેવા માટે શિક્ષણ વિભાગ દ્વારા 7000થી વધુ અ‌િધ‍કારીઅો અને કર્મચારીઅોને તહેનાત કરવામાં અાવશે. અા 7000 અ‌િધ‍કારી-કર્મચારીઅોમાં ખંડ સુપરવાઈઝર, કેન્દ્ર સંચાલક, પરીક્ષા નિરીક્ષક સહિતનાનો સમાવેશ કરાયો છે.  અત્રે ઉલ્લેખનીય છે કે અા વર્ષે બોર્ડ દ્વારા ખાનગી વિદ્યાર્કથીઓની પરીક્ષા જે તે શહેર કે ગામના બદલે જિલ્લા મથક ખાતે લેવામાં અાવશે અને તેમના માટે રેગ્યુલર વિદ્યાર્થીઓથી અલગ પરીક્ષા કેન્દ્ર ઊભાં કરાયાં છે.

You might also like