અમદાવાદમાં લારી, ગલ્લાવાળાઓએ સમેટ્યો વિરોધ, મ્યુ.કમિશ્નરે આપી બાંહેધરી

અમદાવાદઃ શહેરમાં લારી, ગલ્લા સહિત પાથરણાંવાળાઓનાં વિરોધનો આખરે સુખદ અંત આવ્યો છે. મ્યુનિસિપલ કમિશ્નરે નિરાકરણ લાવવાની બાંહેધરી આપતા વિરોધ સમેટાઇ ગયો છે. મળતી માહિતી મુજબ લારી, ગલ્લા સહિત પાથરણાંવાળાઓને રોજી રોટી માટે 24 મીટરનાં નાના રોડ પર ઉભા રહીને ધંધો કરવાની પરવાનગી આપવાની બાંહેધરી આપવામાં આવી છે.

આ ઉપરાંત સાથો સાથ ફૂટપાથ પર ધંધો કરવા માટે ખાસ ઓળખપત્ર પણ આપવામાં આવશે. જેથી હવે આ વિરોધનો સુખદ અંત આવ્યો છે અને વિરોધ ખત્મ કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ વિરોધ પક્ષે સ્ટ્રીટ વેન્ડર પોલીસીની માંગ સાથે ઉગ્ર વિરોધ કર્યો હતો.

મેટરની ગેરહાજરીમાં સભ્યપક્ષનાં અન્ય સભ્યને આવેદન પત્ર આપીને સરકારને આડે હાથે લીધાં હતાં. વિપક્ષે કહ્યું હતું કે, સમગ્ર શહેરમાં આશરે બે લાખથી પણ વધુ લારી ગલ્લાવાળાઓ છે અને દબાણ ઝુંબેશ હેઠળ તેમની રોજી રોટી છીનવાઈ રહી છે. તો વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે વિપક્ષે વિરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે શહેરમાં લારી-ગલ્લા સહિત પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. AMC ઓફિસની બહાર વિવિધ પ્લેસ કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. મહત્વનું છે કે, તંત્ર દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જેમાં લારી, ગલ્લા, સહિતનાં પાથરણાંવાળાઓની રોજી રોટી છીનવાઈ રહી છે.

જેથી ધંધાર્થીઓનાં ધંધામાં અસર પડનારા લોકોએ AMC ઓફિસની બહાર સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ લાગુ કરવાની માંગણી સાથે દબાણમાં જપ્ત કરેલો માલ-સામાન પરત કરવાની માંગણી પણ કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનકારીઓને આવતાં જોઈને AMC કચેરીનાં તમામ ગેટ બંધ કરી દેવાયાં હતાં. તો સાથો સાથ AMC ઓફીસે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.

You might also like