અમદાવાદ સહિત રાજ્યભરમાં ૭ મેએ ફીવર હેલ્પલાઈનનું લોન્ચિંગ

અમદાવાદ: રાજ્યમાં મેલેરિયા નાબૂદીના સંકલ્પ સાથે સરકાર ફીવર હેલ્પલાઈન શરૂ કરવા જઇ રહી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ૧૦૪ નંબરથી શરૂ થનારી આ ફીવર હેલ્પલાઈન મુખ્યપ્રધાનના હોમ ટાઉન રાજકોટથી ૭મીએ લોન્ચ કરવામાં આવશે. ૭મીથી અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હેલ્પલાઇન અમલી થશે. કોઇ વ્યકિત તાવની બીમારીમાં પટકાઇ હોય તો તેને ઘેર બેઠાં જ નિદાન કે સારવાર થઇ શકે તે પ્રકારની રાજ્ય સરકારની આ હેલ્પલાઇન છે. ખાસ કરીને રાજ્યને મેલેરિયા મુકત કરવાના આશયથી ફીવર હેલ્પલાઈન શરૂ કરાઇ છે. ૭મીએ પ્રથમ તબક્કે અમદાવાદ શહેરની પ૦ જેટલી ઝૂંપડપટ્ટીને મેલેરિયા મુકત બનાવવામાં આવશે. ત્યાર બાદ તબક્કાવાર અન્ય વિસ્તારોમાં મેલેરિયા વિરોધી ઝુંબેશના આરોગ્યલક્ષી પગલાં લેવાશે.

મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા અને ઇજનેરી સ્ટાફ સંયુકત રીતે આ કામગીરી બજાવશે. ફીવર હેલ્પલાઈન નંબર ૧૦૪ રહેશે. જેના ઉપર દર્દી તાવની સારવાર લેવા ઉપરાંત મચ્છરના ત્રાસની ફરિયાદ પણ કરી શકશે. જેથી જે તે વિસ્તારમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાશે.
http://sambhaavnews.com/

You might also like