ગરમીમાં ઠંડક મેળવવા અમદાવાદીઓ માણી રહ્યા છે સ્નો પાર્કની મજા

અમદાવાદ: ગરમીનો પારો 40 ડીગ્રીની પાર પહોંચી ગયો છે. ત્યારે લોકો ગરમીથી બચવા અને ઠંડક મેળવવા વોટર પાર્ક અથવા તો સ્વીમીંગ પુલનો સહારો લેતા હોય છે. પરંતુ આ બધાની સાથે હવે ગુજરાતમાં લોકો સ્નો પાર્કની ઠંડકનો પણ આનંદ માણી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, લોકો બરફની મજા માણી રહ્યા છે. અમદાવાદમાં આવેલા સ્નો વર્લ્ડમાં અનેક રાઈડ્સ જેવી કે, ફોલ, સ્નો સ્લાઈડીંગ, સ્નો રોપ ક્લાઈબીંગ, થન્ડર સ્ટોર્મ, સ્નો બોલીંગ વેગેરેનો સમાવેશ થાય છે. લોકો પણ આ તમામ રાઈડ્સની મજા માણતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ ગરમીનો માહોલ જામી પડ્યો છે ત્યારે લોકો ઠંડક શોધવાના સતત પ્રયાસો કરતા હોય છે ત્યારે અમદાવાદીઓ ગરમીમાં ઠંડીનો અહેસાન કરવા માટે થઇને અમદાવાદમાં આવેલા સ્નો પાર્કમાં આનંદ કરવા માટે પહોંચી ગયા હતા.

You might also like