શહેરીજનોઅે ચાલુ વર્ષે રૂ.૬૮.૩૧ કરોડથી વધુુ ગટર વેરો ચૂકવ્યો

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે અમદાવાદીઓ બારેમાસ દૂષિત પાણી, ઊભરાતી ગટરો, તૂટેલા રસ્તા, બંધ સ્ટ્રીટલાઇટો, ગંદકી રોગચાળા જેવી કાયમી સમસ્યાથી મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં આજ દિન સુધીમાં તંત્રને રૂ.૬૮.૩૧ કરોડથી વધુનો ગટર વેરો લોકોએ તંત્રને ચૂકવ્યો છે.

ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ દરમ્યાન ગત તા.૧ એપ્રિલથી તા.૧૮ ઓગસ્ટ, ર૦૧૭ સુધીમાં મ્યુનિસિપલ તિજોરીમાં રૂ.૬૮.૩૧ કરોડથી વધુનો ગટર વેરો જમા થયો છે. ઝોન વાઇઝ ગટર વેરાની વિગત તપાસતા નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ રૂ.રર.૪૬ કરોડનો ગટર વેરો વસૂલાયો છે અને આ જ ઝોનમાં ઊભરાતી ગટરોની સમસ્યા સૌથી વિકટ છે. પશ્ચિમ ઝોનમાંથી રૂ.૧૯.૭ર કરોડ, મધ્ય ઝોનમાં રૂ.૮.૭૧ કરોડ, પૂર્વ ઝોનમાં રૂ.૬.પ૦ કરોડ, ઉત્તર ઝોનમાં રૂ.પ.૪૭ કરોડ અને દક્ષિણ ઝોનમાં રૂ.પ.૪૬ કરોડનો ગટર વેરો શહેરીજનોએ મ્યુનિ. તંત્રને ચૂકવ્યો હોવા છતાં વેરાના પ્રમાણમાં પ્રજાને વળતર પૂરું પાડવામાં સત્તાધીશો ઊણા ઊતર્યા છે. જોકે આ અંગે વોટર સપ્લાય અને સુઅરેજ કમિટીના ચેરમેન રમેશ દેસાઇને પૂછતાં તેઓ સિફતપૂર્વક મૌન પાળી લે છે.

You might also like