અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના કેટલાક આતંકીઓ ISમાં જોડાયાની અાશંકા

અમદાવાદ: વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટના કેસમાં નાસતા ફરતા કેટલાક આતંકીઓ આઇએસઆઇએસમાં જોડાયા હોવાની માહિતી ગુપ્તચર એજન્સીઓ માની રહી છે ત્યારે અન્ય આતંકીઓ પણ આઇએસઆઇએસમાં જોડાય તેવી શક્યતાઓ છે. તાજેતરમાં આઇએસઆઇએસએ રજૂ કરેલા ૨૨ મિનિટના વીડિયોમાં અમદાવાદ બ્લાસ્ટનો આતંકી બડા સાજિદ દેખાતાં ગુપ્તચર એજન્સીઓએ બ્લાસ્ટ કેસમાં નાસતા ફરતા ૧૨ આતંકીઓને શોધવા કવાયત હાથ ધરી છે
વર્ષ ૨૦૦૮માં અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં નાસતો ફરતો જુહાપુરાના આતંકી આલમઝેબ અફ્રિદીની ફેબ્રુઆરી મહિનામાં બેંગલુરુથી એનઆઇએએ ધરપકડ કરી હતી. એનઆઇએની પૂછપરછમાં આલમઝેબ આફ્રિદી આઇએસઆઇએસમાં જોડાવવાની તૈયારી કરતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
શફી અરમાન, બડા સાજિદ તથા રસૂલ પાટી જેવા આંતકીઓ બ્લાસ્ટ કેસમાં નાસતા ફરતા ૧૨ આતંકીઓને આઇએસઆઇએસમાં જોડાવવા માટે તૈયાર કરી રહ્યા છે ગુપ્તચર એજન્સીઓના સૂત્રોનું માનીએ તો કેટલાક આતંકીઓ આઇએસઆઇએસમાં જોડાઇ પણ ગયા છે.
અાતંકીઓના નામ
• મહંમદ ખાલિદ સગીર અહેમદ, આજમગઢ, યુપી
• મહંમદ આરિઝ ખાન દિલ્હી
• મીરજા સાદાબ બેગ, આઝમગઢ, યુપી
• વાસિક, આઝમગઢ, યુપી
• અબ્દુલ સુભાન, મુંબઈ
• રિયાઝ ભટકલ, પુણે, મહારાષ્ટ્ર
• ઈકબાલ ભટકલ, પુણે, મહારાષ્ટ્ર
• નાસિર ઉર્ફે પરવેઝ રંગરેઝ, આમિલનગર, બેલગાંવ.
• આમિર રઝાખાન આમિર, કોલકાતા.
• મોહસીન ઈસ્માઈલ ચૌધરી, પુણે
• ઉમર ફારૂક, મલ્લાપુરમ, કેરાલા
• સોહેબ પોટુનિકલ, મુલ્લાપુરમ, કેરાલા

You might also like