VIDEO: સ્કૂલ સંચાલકોની ખુલ્લેઆમ દાદાગીરી, “પહેલા અંગ્રેજી શીખી આવો પછી મળશે એડમિશન”

અમદાવાદઃ શહેરમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં શિક્ષણ વિભાગની આજે મોટી પોલ ખુલી ગઇ છે. RTE અંતર્ગત શાળામાં પ્રવેશ આપવામાં સ્કૂલ સંચાલકોએ પોતાની મનમાની ચલાવી છે. અંગ્રેજીમાં નબળા વિધાર્થીઓને પ્રવેશ આપવામાં શાળાએ મનમાની ચલાવી હતી.

પહેલા અંગ્રેજી શીખો આવો પછી એડમિશન મળશે તેવી સંચાલકોએ ખુલ્લેઆમ દાદાગીરી ચલાવી હતી. જેને લઇને DEO કચેરીએ ફરિયાદીઓનો ભારે ધસારો થઇ ગયો હતો. જો કે આ સમગ્ર મામલે શિક્ષણ અધિકારીએ સ્કૂલ સંચાલકોનો લુલો બચાવ કર્યો હતો.

DEOએ ઉકેલ લાવવાને બદલે સ્પષ્ટપણે એમ કહી દીધું કે બાળકોમાં કેપેસીટી હોતી નથી તેમ છતાં વાલીઓ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં કેમ મોકલે છે. ત્યારે વાલીઓ પણ ઉગ્ર રોષે ભરાયાં છે. વાલીઓએ પણ DEOનાં વલણ સામે સવાલો ઊભા કરીને કહ્યું કે,”શું હવે DEO બાળકોની કેપેસીટી નક્કી કરશે?”

You might also like