અમદાવાદની ૫૨ શાળાઅોને બોર્ડે માન્યતા રદ કરવા નોટિસ ફટકારી

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2016ની બોર્ડની પરીક્ષા અંતર્ગત ધોરણ-10 તેમજ ધોરણ-11 અને 12 વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા માટે અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઅોમાંથી વિદ્યાર્થીઅોનાં ફોર્મ અોનલાઈન ભરાવવામાં અાવ્યાં હતાં. અોનલાઈન ફોર્મની ચકાસણી દરમિયાન બોર્ડના ધ્યાનમાં અાવ્યું હતું કે અમદાવાદ શહેરની 52 શાળાઅો સહિત રાજ્યની 822 શાળાઅો દ્વારા ધોરણ-10 તેમજ ધોરણ-11 વિજ્ઞાનપ્રવાહમાં નિયત વર્ગની સંખ્યા કરતાં વધુ વિદ્યાર્થીઅોને પ્રવેશ અાપ્યો હોવાનું બહાર અાવ્યું હતું.

અા અંગે બોર્ડ દ્વારા અાવી શાળાઅોને નોટિસ ફટકારીને તમારી માન્યતા કેમ રદ ન કરવી તેના ખુલાસા માગવામાં અાવ્યા છે.  અા અંગે બોર્ડના સેક્રેટરી અાર. અાઈ. પટેલે જણાવ્યું હતું કે અાવેદનપત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન અા બાબત ધ્યાનમાં અાવી હતી. અાવી શાળાઅોને સુનાવણી માટે બોલાવવામાં અાવશે જેમાં વિદ્યાર્થીદીઠ રૂ. 1000થી 2000 સુધીનો દંડ તેમજ માન્યતા રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે તેમ છે.

school-board-1

You might also like