આના કરતાં તો ખાડા સારા હતા!

અમદાવાદ: આ વખતે એક દિવસમાં વીસ ઇંચ જેટલો સાંબેલાધાર વરસાદ પડ્યો જ નથી. ક્યારેક ક્યારેક ભારે વરસાદી ઝાપટાંથી એક કલાકમાં એક ઇંચ વરસાદ માંડ નોંધાયો છે. આના સિવાય હળવો વરસાદ મહદંશે લોકોએ અનુભવ્યો છે. તેમ છતાં હળવા વરસાદના મારથી જે પ્રકારે શહેરભરના રસ્તાનું ધોવાણ થયું છે તેનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોની આબરૂના જાહેરમાં કાંકરા થયા છે. જનમાનસમાં વહીવટીતંત્ર અને શાસકોની છાપ ખરડાઇ ગઇ છે તેમ છતાં પણ સત્તાવાળાઓની બેફિકરાઇ યથાવત્ છે. જે પ્રકારે રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે અને તંત્ર ખાડા પૂરી રહ્યું છે તેના કારણે લોકો અકળાઇ ઊઠ્યા છે. ગોતાના વંદે માતરમ્ વિસ્તારના રહેવાસીઓ તો ‘આના કરતાં તો ખાડા સારા હતા’ તેવો આક્રોશ વ્યક્ત કરીને તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.

અમદાવાદીઓ માટે ચાલુ ચોમાસાની સિઝન નઘરોળ મ્યુનિસિપલ તંત્રના કારણે આફતરૂપ બની છે. રોજ સવાર પડે અને નાગરિકોને એક નવી તંત્ર સ‌િર્જત મોકાણનો સામનો કરવો પડે છે. એક કલાકમાં એક ઇંચ વરસાદનો નિકાલ કરનારી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્ટોર્મ વોટર લાઇન બિછાવાઇ હોવાના સત્તાવાળાઓના દાવાની તો હવા જ નીકળી ગઇ છે. તાજેતરના વરસાદથી વરસાદી પાણી ભરાયાંના સ્થળ ઘટવાના બદલે વધ્યાં છે. એક અંદાજ પ્રમાણે ૩૦૦થી વધારે સ્થળ સામાન્ય વરસાદમાં પણ જળબંબાકાર થયાં છે

અને તેમાં પણ નિકોલમાં મધુમાલતી સોસાયટી વિસ્તાર અને ગોતામાં વંદે માતરમ્ વિસ્તારમાં તો વરસાદી પાણીએ હાહાકાર મચાવ્યો હતો. નિકોલમાં તો ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દોડી ગયા હતા, પરંતુ ગોતાવાસીઓની હાલાકીનો તો આજે પણ અંત આવ્યો નથી. દિવસો સુધી વરસાદી પાણીનો ત્રાસ સહન કરનાર લોકોને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છેક કલોલ, ગાંધીનગર, ચેનપુર જેવા ઉપરવાસથી વરસાદી પાણી આવતું હોવાનો દિલાસો આપતા રહ્યા. ચાર વરુણ પંપ વરસાદી પાણી ઉલેચવા ગોઠવ્યા હોવાની વાતોનાં વડાં કરનારા સ્થાનિક કોર્પોરેટરો બિસમાર રસ્તાની કાળજી લઇ શક્યા નથી.

નવા પશ્ચિમ ઝોનના ઇજનેર વિભાગ દ્વારા ભંગાર રસ્તા પરના ખાડાનું આડેધડ પુરાણ કરાતાં લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો છે. ભરાયેલાં વરસાદી પાણીની આફતથી ત્રાહિમામ્ લોકો હવે રસ્તા પરના ગારાથી રાડ પાડી ઊઠ્યા છે. ચારે તરફ કીચડ જ કીચડ હોઇ વાહન ફસાઇ જવાના કે ‌િસ્લપ થવાના બનાવ વધ્યા છે.

આ અંગે નવા પશ્ચિમ ઝોનના એડિશનલ સિટી ઇજનેર હરપાલસિંહ ઝાલા કહે છે, ‘પરમ દિવસે રાતે રપ ગાડીથી પ૦૦ ટન વેટમિક્સને રસ્તાનું સ્તર સરખું કરવા પાથર્યું છે, પરંતુ ચોમાસું હોઇ વેટમિકસ ભીનું રહેશે તેમજ રસ્તા પરનાં પાણીથી પણ હજુ જોઇએ તેવો રોડ સારો થયો નથી એટલે કીચડ તો રહેશે, પરંતુ હેલ્થ વિભાગની મદદથી પાવડી ટ્રેકટર દ્વારા કીચડ હટાવ્યા બાદ પહેલાં ખાસ કેમિકલનો રોડ પર છંટકાવ કરાશે. ત્યારબાદ જ્યાં જરૂર લાગશે ત્યાં પેચવર્ક કરવામાં આવશે. અત્યારે તો ડામરના રોડની કોઇ શક્યતા નથી.

અા સોસાયટીઅોના રહીશો ત્રાહીમામ
નીલ બંગલોઝ, નિર્માણ ટેનામેન્ટ્સ, દેવઓરમ, સા‌ં‌નિધ્ય એપાર્ટમેન્ટ, અ‌િદ‌િત એવન્યૂ, ફોરમ એપાર્ટમેન્ટ, શાયોના તિલક-૩, રણછોડનગર, વંદે માતરમ્ ટાઉન‌િશપ, શ્રીનાથ એવન્યૂ, વિશ્વાસસિટી-૩, આઇસીબી ફ્લોરા, દર્શન એપાર્ટમેન્ટ, રાધેય બેન્કવેટ, એડીસી બેન્ક, દેના બેન્ક, વિશ્વેશ્વર મહાદેવ, પંચશીલ રેસીડેન્સી.
http://sambhaavnews.com/

You might also like