શાનદાર, જબરદસ્ત, જિંદાબાદ

રિવરફ્રન્ટ પર ગઈકાલથી શરૂ થયેલા એર શોએ શહેરીજનોમાં જબરદસ્ત અાકર્ષણ જમાવ્યું છે. એર શોની એક ઝલક જોવા માટે અમદાવાદીઓ મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. બ્રિટનની ગ્લોબલ સ્ટારની ટીમે ગાંધીબ્રિજ અને નહેરુબ્રિજ વચ્ચે વિમાનોના અલગ અલગ ફોર્મેશન બનાવ્યા હતા. સતત બીજા વર્ષે યોજાઈ રહેલા અા એર શોમાં દિલધડક કરતબ બતાવવામાં અાવ્યાં. તે જોઈને ખરેખર લોકો દંગ રહી ગયા. બાળકોએ તો વિશેષ અચરજ સાથે એર શોની ખૂબ જ મજા માણી. વિશેષ કેમેરા ફિટ કરીને વિમાનમાંથી તસવીરો પણ ખેંચવામાં અાવી તેમાં શહેરનો નજારો પણ કેદ થયો. શહેરીજનોએ અા એર શોને મનભરીને માણ્યો. તસવીરઃ હરીશ પારકર

You might also like