અમદાવાદ: AMCની લાલ આંખ, બહાર કરાતાં પાર્કિંગને લઇ રાજપથ ક્લબ સીલ

અમદાવાદઃ શહેરમાં આવેલ એસ.જી હાઇ-વે પર આવેલ રાજપથ ક્લબ સીલ કરવામાં આવી છે. AMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. AMCએ પાર્કિંગ મુદ્દે રાજપથ ક્લબને સીલ કરી છે. ક્લબની બહાર થતાં ગેરકાયદેસર પાર્કિંગ મામલે AMCએ લાલ આંખ કરી છે. પોલીસ કાફલાની હાજરીમાં જ રાજપથ ક્લબ સીલ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટે ટ્રાફિક મામલે તેમજ બિસ્માર રસ્તાઓ મામલે AMCનો ઉધડો લીધો હતો. હાઇકોર્ટે નોટિસ ફટકારતાં કહ્યું હતું કે, અમદાવાદનાં સૌથી ખરાબ રસ્તાઓ અને ઓછા તૂટેલા રસ્તાઓ અને થોડા ટુટેલાં રસ્તાઓ અંગે ક્લાસિફિકેશન કરી AMC પોતાનો અહેવાલ કોર્ટમાં રજુ કરે.

આ સાથે જ કયા રસ્તા પર રિસરફેસિંગ અને કયા રસ્તા પર પેચવર્ક જરૂરી છે તે પણ જણાવવા અંગેનો હાઈકોર્ટે મેટ્રો રેલ ઓથોરિટીને હુકમ કર્યો હતો તેમજ ટ્રાફિકને લગતી સમસ્યાને લઇને પણ AMCનો હાઇકોર્ટે અગાઉ ઉધડો લીધો હતો.

જેથી મહત્વની બાબત છે કે આજે AMCએ એસ.જી હાઇ-વે પર આવેલ રાજપથ ક્લબની આગળનાં ભાગમાં બહાર કરવામાં આવતા પાર્કિંગ મામલે કડક કાર્યવાહી કરીને રાજપથ ક્લબને સીલ કરી દીધી છે.

You might also like