અમદાવાદ-રાજકોટ હાઇવે પર ટ્રિપલ અકસ્માત: ચાર વ્યક્તિનાં મોત : ૧૦થી વધુ ઈજાગ્રસ્ત

અમદાવાદ: અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચોટીલા નજીક આવેલા વસ્તડી ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે બે કાર અને આઇશર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત નીપજ્યાં છે ત્યારે ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તમામ ઇજાગ્રસ્તોને લીંબડી અને ચોટીલાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.

આ અંગેની મળતી માહિતી મુજબ ચોટીલા નજીક આવેલા વસ્તડી ગામ પાસે સ્કોર્પિયો કાર, તુફાન જીપ અને આઇશર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે.  જ્યારે અન્ય ત્રણના સારવાર દરમિયાન મોત નિપજ્યાં છે. ૧૦થી વધુ વ્યક્તિઓને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ચાર જેટલી એમ્બ્યુલન્સમાં લીંબડી અને ચોટીલા હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સ્કોર્પિયો કાર અને આઇશર ટ્રકનો આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ઘટનાની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અકસ્માતના કારણે હાઇવે પર પાંચ કિલોમીટર જેટલો લાંબો ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે તાત્કાલીક હાઇવે પરથી ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા એક કારનો પરિવાર અજમેરથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

You might also like