અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીમડી પાસેથી વિદેશી દારૂની ૮૦૦ પેટી ભરેલી ટ્રક ઝડપાઈ

અમદાવાદ: ગુજરાતમાં નશાબંધીના કડક અમલ વચ્ચે પણ વિદેશી દારૂની હેરાફેરી પૂરજોશમાં ચાલુ રહી છે. અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીમડી નજીકથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક ઝડપી લઈ બે બુટલેગરોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડાને બાતમી મળી હતી કે પંજાબ પાસિગની એક ટ્રક વિદેશી દારૂનો જંગી જથ્થો ભરી અમદાવાદ-રાજકોટ હાઈ‍વે પરથી મોડીરાતે પસાર થવાની છે. અા બાતમીના અાધારે એલસીબીએ હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રાતે શકમંદ હાલતમાં એક ટ્રક પસાર થતાં પોલીસે તેનો પીછો કરી પાણશીણા નજીક ટ્રકને ઝડપી લીધી હતી. પોલીસે ટ્રકની તાડપતરી ખોલી ઝડતી કરતાં અા ટ્રકમાંથી વિદેશી દારૂની ભરેલી ૮૦૦ પેટી મળી અાવી હતી. પોલીસે ગુરપ્રીત મજદી અને સંતોષ નાઈ નામના બે બુટલેગરોની ધરપકડ કરી સઘન પૂછપરછ શરૂ કરી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન અા શખસોએ વિદેશી દારૂનો જથ્થો પંજાબથી ટ્રકમાં ભર્યો હતો અને અા જથ્થો ગાંધીધામના એક કુખ્યાત બુટલેગરને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું. કબજે કરેલા વિદેશી દારૂના જથ્થાની કિંમત ૫૦ લાખથી પણ વધુ થાય છે.

અા ઉપરાંત સુરતના કામરેજ ટોલનાકા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી. અા ટ્રકમાં જુદી જુદી કંપનીની વિદેશી દારૂ ભરેલી સંખ્યાબંધ પેટીઓ મળી અાવી હતી. જેની કિંમત અાશરે રૂપિયા ૫૧ લાખ જેટલી થાય છે. અા વિદેશી દારૂનો જથ્થો પણ પંજાબથી લાવી વડોદરાના બુટલેગરને પહોંચાડવાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટ્રકના ડ્રાઈવર-ક્લિનરની ધરપકડ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like