અમદાવાદમાં પોસ્ટ અોફિસોથી ગંગાજળનું વેચાણ શરૂ કરાયું

અમદાવાદ: અમદાવાદીઓને હવે હરદ્વાર કે ઋષિકેશની જાત્રાએ જતા શ્રદ્ધાળુઓ કે સગાં વહાલાં પાસેથી હવે પવિત્ર ગંગાજળ નહીં મંગાવવું પડે॥ ઘેર બેઠાં પોસ્ટ ઓફિસમાંથી કોઈ પણ નાગરિક હવે પવિત્ર ગંગાજળ માત્ર રૂ 15માં મેળવી શકશે. નજીક આવી રહેલા તહેવારના દિવસો પવિત્ર શ્રાવણ માસમાં ગંગાજળનો ઉપયોગ વધે છે. તેવા સંજોગોમાં ગઈ કાલથી શરૂ થયેલી પોસ્ટ ઓફિસ દ્વારા વેચાણની વ્યવસ્થાને કારણે નાગરિકોને ફાયદો થશે.

કેન્દ્ર સરકારના ઘેર બેઠા ગંગાજળ પ્રોજેક્ટ હેઠળ ગઈ કાલથી અમદાવાદની મૂખ્ય 3 હેડ પોસ્ટ ઓફિસમાં ગંકગાજળનું વેચાણ શરૂ કરાયું છે 200 અને 500 એમએલના પેકિંગમાં બોટલમાં તેનું વિતરણ થઈ  રહ્યું છે. અમદાવાદની 115 તમામ પોસ્ટ ઓફિસમાં ક્રમશઃ ટૂંક સમયમાં ગંગાજળ મળતું થઈ જશે તેવું નવરંગપુરા પોસ્ટ ઓફિસના સિનિયર હેડ પોસ્ટ માસ્ટર એ આર શાહે જણાવ્યું હતું હાલમાં પોસ્ટ ઓફિસથી હરદ્વાર-ઋષિકેશનું ગંગાજળ ખરીદવામાં આવે તો તેની કિંમત નાની બોટલ રૂ 15 અને મોટી બોટલના રૂ 22 ચાર્જ લેવાય છે કોઈપણ વ્યક્તિએ પોસ્ટ ઓફિસ ધક્કો નહીં ખાવો હોય તો ઓન લાઈન રજિસ્ટ્રેશન ઓર્ડર કરવાથી ઘેર બેઠા ટપાલી ગંગાજળની ડિલિવરી કરી જશે જો કે તેના માટે પેકિંગ ચાર્જ અને પોસ્ટલ ચાર્જ ખરીદનારે ચૂકવવો પડશે. અોનલાઈન સુવિધા અા અઠવાડિયામાં જ ચાલુ કરી દેવાશે.

www.indiapost.gov.inની વેબસાઇટ પર અોનલાઈન અોર્ડર અાપીને ગંગાજળ મંગાવી શકાશે. 200 થી 500 એમ એલના રૂ 28 થી 51 ચૂકવવા પડશે કેટલીક પોસ્ટ ઓફિસમાં નિયત ચાર્જ ભરી નામ અને સરનામું લખાવી દેવાથી પણ હોમ ડિલિવરી વિભાગ દ્વારા કરશે ગઈ કાલે શરૂ થયેલી આ યોજના અંતર્ગત કોઈ પણ પ્રકારની જાહેરાત વગર કુલ 50 થી વધુ બોટલ નું વેચાણ થયું હતું હવે તમામ પોસ્ટ ઓફિસની બહાર આ બાબતે જાહેરાત મૂકવામાં આવશે.

You might also like