AMCએ પૂર્વ IPS સંજીવ ભટ્ટનાં ઘરનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યું

અમદાવાદઃ પૂર્વ IPS સંજીવ ભટ્ટનાં નિવાસ સ્થાનનો મામલો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે. ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશને ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી પણ હાથ ધરી છે.

નિવૃત્ત IPS સંજીવ ભટ્ટનાં બંગલામાં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે સંજીવ ભટ્ટની અરજી ફગાવી દેતાં તેનાં બંગલાની ગેરકાયદેસર દીવાલ તોડી પડાઈ છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને કાર્યવાહી કરવા માટેનો પણ આદેશ આપ્યો હતો.

હાઈકોર્ટનાં આદેશ વિરુદ્ધ સંજીવ ભટ્ટ સુપ્રીમ કોર્ટમાં પણ ગયા હતાં. પરંતુ સુપ્રીમ કોર્ટે સંજીવ ભટ્ટની અરજી ફગાવી દેતાં હવે ગેરકાયદેસર દીવાલ પર તંત્રનો હથોડો આખરે ચલાવી જ દેવાયો.

You might also like