અમદાવાદનાં અનેક પોલીસ સ્ટેશનોનાં વોટર કૂલર અને અારઅો પ્લાન્ટ બંધ!

અમદાવાદ:  શહેર પોલીસ આજના યુગ પ્રમાણે હાઇટેક અને અદ્યતન સુવિધાથી બની રહી છે પરંતુ ઉનાળામાં સમયમાં જ્યારે ઠંડાં પાણીની જરૂર પડે છે તો ઠંડું પાણી પણ પીવા નથી મળતું જેનું કારણ છે કરોડોનાં ખર્ચે વિકસાવેલા વોટરકૂલર અને આરઓ પ્લાટ બંધ!!

શહેરનાં તમામ પોલીસ સ્ટેશનોમાં સરકારી ખર્ચે વોટરકૂલર અને આરઓ નાખવામાં આવ્યાં છે પરંતુ આ આરઓ પ્લાન્ટ અને કૂલરો બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ મિનરલ વોટરના બહારથી જગ પોલીસ સ્ટેશનમાં લાવી પાણી પીવું પડે છે. કેટલાક પોલીસ સ્ટેશનોમાં તો વોટરકૂલર ચાલુ ક્યારે રહે અને બંધ ક્યારે હોય તે નક્કી જ હોતું નથી.

પોલીસ સ્ટેશનની તમામ ગાડીઓમાં ફરજ બજાવતા પોલીસને પણ વોટર સપ્લાયર્સને ત્યાંથી પાણીના જગ ભરીને ગાડીમાં રાખવાની ફરજ પડે છે. સોલા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇએ પાણીની સુવિધા ન હોઇ જાતે પોતાના ખર્ચે આરઓ પ્લાન્ટ મુકાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આનંદનગર પોલીસ સ્ટેશનમાં તો પાણી જ નથી આવતું. હોજમાં જેટલું પાણી હોય તેટલું પીવાનું બાકી બહારથી જગ પર જ નિર્ભર રહેવું પડે છે. જ્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો તેમાં પણ કૂલર ક્યારેક બંધ થઇ જાય છે એક પોલીસ કર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનના પીઆઇને પાણીના વોટરકૂલર અને પ્લાન્ટ બંધ હોવા અંગે રજૂઆત કરવામાં આવે છે.

પ્લાન્ટ બંધ                         પ્લાન્ટ ચાલુ
વસ્ત્રાપુર                              સેટેલાઇટ
સોલા                                  નવરંગપુરા
રિવરફ્રન્ટ (ઇસ્ટ-વેસ્ટ)        સાબરમતી
આનંદનગર                       વાડજ-નારણપુરા
પાલડી                               યુનિવર્સિટી
ચાંદખેડા

You might also like