પાળતુ શ્વાનને માલિકે તરછોડ્યો, ટ્રાફિક પોલીસે અપનાવ્યો

દેખાદેખી અને ટુંકા સમયનાે શાેખ પૂરાે કરવા માટે લોકો હોંશે હોંશે પાલતુ પ્રાણીઓને એડપ્ટ તો કરી લે છે પરંતુ તેની એક વ્યક્તિની સારસંભાળ લેવી પડે તેટલી કાળજી, સમય અને ખર્ચ નિભાવ જેવાં અનેક કારણોસર પાળેલાં પ્રાણીને છોડી મૂકે છે. તાજેતરમાં જ કોઇ શ્વાનને વૈષ્ણોદેવી સર્કલ પર ગાડીમાંથી ઉતારી કોઇ જતું રહ્યું હતું.

પાલતુ ડોગ માલિકની શોધમાં હાઇવે પર દોડાદોડી કરતા વાહનની અડફેટે આવતાં અનેકવાર બચી ગયો, છેવટે વૈષ્ણોદેવી જંકશન પર તંબુ ચોકી પર રહેલા પોલીસે તેને અપનાવી લીધો હવે આ ડોગી ત્યાં ફરજ બજાવી રહેલા પોલીસ ટ્રાફિક પોલીસની કામગીરીનો હિસ્સો બની ગયો છે. પોલીસ તેનું પ્રેમથી જતન કરીને માનવતાનો દાખલો બેસાડી રહી છે.

You might also like