હાર્દિકનાં સમર્થકો પર પોલીસનો હળવો લાઠીચાર્જ, કલમ 144 કરાઇ લાગુ

અમદાવાદઃ હાર્દિક પટેલનાં આમરાણંત ઉપવાસનો મામલો હવે વધુ ગરમાયો છે. હાર્દિક પટેલને મળવા માટે પહોંચેલાં સમર્થકો પર પોલીસને એકાએક હળવો લાઠીચાર્જ કરવો પડ્યો છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 144ની કલમ પણ લાગુ કરી દેવાઇ છે. મહત્વનું છે કે હાર્દિકનાં સમર્થકોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચાર કરતા પોલીસે સમર્થકો પર હળવો લાઠીચાર્જ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાર્દિક સતત અનામત અને ખેડૂતોનાં દેવા માફી મુદ્દાને લઇ છેલ્લાં નવ દિવસથી ઉપવાસ પર જ છે. ત્યારે આજે હાર્દિકનાં ઉપવાસનો નવમો દિવસ છે. મહત્વનું છે કે ડોક્ટરે હાર્દિકને આગામી 48 કલાકમાં હોસ્પિટલમાં દાખલ થવાની પણ સલાહ આપી છે. ખાનગી ડોક્ટરનાં જણાવ્યાં પ્રમાણે હાર્દિકને આજે સવારે ચકક્કર પણ આવ્યાં હતાં. ત્યારે એક પછી એક લોકો હાર્દિકનાં સમર્થનમાં આવી રહ્યાં છે.

મહત્વનું છે કે હાર્દિકે આ ઉપવાસમાં જળનો પણ ત્યાગ કર્યો હતો. ત્યારે ગઇ કાલનાં રોજ ગઢડાનાં એસ.પી. સ્વામીનાં હસ્તે હાર્દિકે પાણી પીધું હતું. ત્યારે હવે હાર્દિકને મળવા માટે તેનાં સમર્થકોની બહાર લાઇન લાગી હતી. જો કે એવાં સમયે સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવતા પોલીસને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેથી શક્ય છે કે આ મામલો હજી વધુ ને વધુ ગરમાય.

You might also like