અમદાવાદ પોલીસે 160 પીધેલાઓને પકડ્યા, 21લોકોની થઈ ધરપકડ

અમદાવાદમાં નવા વર્ષની પાર્ટીમાં યુવાનો મસ્ત થઈને ઝૂમી રહ્યા હતા. જો કે ન્યૂયરની પાર્ટીમાં દારૂ પીને મસ્તી કરવી તેનો યુવાનોમાં ક્રેઝ વધી રહ્યો છે. એવામાં અમદાવાદ પોલીસે પણ પોતાની સઘન તપાસમાં કેટલાય છાકટાઓની ધરપકડ કરી હતી.

અમદાવાદ પોલીસે શહેરમાંથી 160 લોકોની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી. સૌથી વધુ લોકોની ધરપકડ રામોલ વિસ્તારમાંથી થઈ છે. રામોલમાંથી 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

નવા વર્ષમાં દારૂની રેલમછેલ ઉડાડતા યુવાનો પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. પોલીસે રાત્રે મોડા સુધી પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે પણ
પીધેલાઓને પકડવાની વાન શરૂ કરી હતી અને આ પ્રકારની 5 વાન ફરતી કરી હતી. પોલીસે નિકોલમાંથી પણ 20 લોકોની દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી.

You might also like