અમદાવાદનાં તમામ જાહેર સ્થળોએ ‘મફત’ વાઈફાઈ

અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ગઈ કાલે અમદાવાદ શહેરનો દેશનાં પ્રથમ વીસ સ્માર્ટ શહેરોની યાદીમાં સમાવેશ કરાતાં મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો ઉત્સાહિત બન્યા છે. આગામી એકથી દોઢ વર્ષમાં અમદાવાદના તમામ જાહેર સ્થળોએ નાગરિકોને ‘મફત’ વાઈફાઈ સુવિધા આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

આગામી પાંચ વર્ષમાં અમદાવાદ શહેરના સ્માર્ટ નવનિર્માણ માટે ભાજપના શાસકોએ રૂ.૧૮૩૦ કરોડનો ખર્ચ કરવાની જાહેરાત કરી છે. સ્માર્ટ સિટી મિશન માટે કોર્પોરેશન દ્વારા સ્વતંત્ર કંપની બનાવવામાં આવશે. જે જનમાર્ગ લિમિટેડ (બીઆરટીએસ) અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનની જેમ કાર્ય કરશે. સ્માર્ટ સિટી મિશન હેઠળ તંત્ર દ્વારા નાગરિકોને સ્માર્ટ વાઈફાઈ સુવિધા પૂરી પડાશે. જે અંતર્ગત આગામી એકથી દોઢ વર્ષમાં શહેરના તમામ જાહેર સ્થળોને વાઈફાઈ હેઠળ આવરી લેવાશે.

You might also like