VIDEO: એન્જિ.-ફાર્મસીનાં વિદ્યાર્થીઓ સરકારી શિક્ષકની નોકરીથી રહેશે વંચિત

અમદાવાદઃ શિક્ષણ વિભાગનાં તખલખી નિર્ણયથી વિદ્યાર્થીઓ પરેશાન થયાં છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીનાં વિદ્યાર્થીઓ સરકારી શિક્ષકની નોકરીથી વંચિ ત રહી શકે છે. જેથી કેટલીક બ્રાંચનાં વિદ્યાર્થીઓને સરકારી શિક્ષકની નોકરી નહીં મળે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજો રૂપિયા કમાવવા વિદ્યાર્થીઓને એડમીશન તો આપી દે
છે અને બાદમાં તેઓને સત્યથી અળગા રાખવામાં આવે છે.

જો કે વિદ્યાર્થીઓ પાસે વિષયનું પૂરતુ જ્ઞાન ના હોવાથી સરકારે આવું અનુમાન લગાવ્યું છે. ફાર્મસી અને એન્જી.નાં વિદ્યાર્થીઓની નોકરી બાબતે સરકારે કોર્ટમાં જવાબ પણ રજૂ કર્યો છે. મહત્વનું છે કે હાલમાં એન્જીનિયરિંગની સ્થિતિ હાલ યોગ્ય નથી લાગી રહી અને બેઠકો હાલમાં ખાલી પડી રહી છે ત્યારે ફરી એક વાર એન્જીનિયરિંગનાં વિદ્યાર્થીઓ માટે એક માઠા સમાચાર આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં હાઇકોર્ટની અંદર એક કેસ ચાલ્યો હતો અને સરકાર દ્વારા એક જવાબ રજૂ કરવામાં આવ્યો છે કે એન્જીનિયર અને ફાર્મસીનાં વિદ્યાર્થીઓ બી.એડ્ કર્યા બાદ પણ તેઓને શિક્ષકની સરકારી નોકરી આપવામાં આવતી નથી કારણ કે જે પ્રકારે એમની ક્વોલિફિકેશન હોવી જોઇએ.

જી.આર જે પ્રકારે છે તે મુજબ માસ્ટર ડિગ્રી બાદ એમ.એ, બી.એડ્ કરવામાં આવે છે અને બાદમાં તેઓને નોકરી આપવામાં આવતી હોય છે એટલે કે એન્જીનિયર કર્યા બાદ જે વિદ્યાર્થીઓ બી.એડ્ બાદ સરકારી નોકરીની અપેક્ષા રાખતા હોય છે એમનાં માટે આ માઠા સમાચાર છે. તેમજ આ મામલે સરકાર આગામી સમયમાં એક ઠરાવ પણ પસાર કરવા જઇ રહેલ છે.

You might also like