અમદાવાદીઓ બન્યાં ખગોળીય ઘટનાનાં સાક્ષી, બપોરે 12.39 વાગ્યે પડછાયો થયો હતો ગાયબ

અમદાવાદઃ આજે શહેરીજનો એક અદભૂત ખગોળીય ઘટનાનાં સાક્ષી બન્યાં હતાં. અમદાવાદ સહિતનાં કેટલાંક સ્થળોએથી આજે બપોરનાં 12:39 વાગ્યેથી પડછાયો એકાએક ગાયબ થઇ ગયો હતો. કર્કવૃત અને મકરવૃત વચ્ચેથી સૂર્ય પસાર થાય છે. જૂન અને ડિસેમ્બરમાં એવી સ્થિતી સર્જાતી હોય છે કે જ્યારે પડછાયો 60 સેકન્ડ માટે ગાયબ થઇ જતો હોય છે.

આ ખગોળીય ઘટનાને ભારતમાં “ઝીરો શેડો” કહેવામાં આવે છે. ગુજરાતનાં કેટલાંક શહેરોમાં આ ઘટના જૂન અને જુલાઇમાં પણ બનતી હોય છે જ્યારે દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળોએ આ ઘટના મેં મહિનામાં આકાર લેતી હોય છે. ધરતી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે જેથી જુદા-જુદા સમયે સૂર્ય ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં જોવાં મળે છે.

મહત્વનું છે કે એવું કહેવાતું હોય છે કે માણસનો હંમેશા કોઇ સાથ આપે કે ના આપે પણ તેનો પડછાયો હંમેશાં સાથ આપતો હોય છે. પરંતુ સામાન્ય રીતે વર્ષમાં 2 વાર જ એવું બનતું હોય છે કે જ્યારે આપણો જ પડછાયો આપણો સાથ છોડી દે છે.

ઉલ્લેખનીય છે કે ધરતી પોતાની ધરી તરફ 23.5 ડિગ્રી નમેલી હોય છે. તેથી વર્ષનાં જુદા-જુદા સમયે સૂર્ય ઉત્તરીય અને દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળે છે. આપણાં આકાશ પર સૂર્ય સીધી રેખા પર આવતો ન હોવાંથી ક્યારેક ક્યારેક ભાગ્યે જ થતી આવી ઘટનાઓ જોવાં મળતી હોય છે.

ત્યારે આજનાં દિવસે પણ શહેરનાં લોકો આ જ ઘટનાનાં આજે સાક્ષી બન્યાં હતાં. જેઓને બપોરનાં 12:39 કલાકે પોતાનો જ પડછાયો ગાયબ થઇ ગયો હોવાંની એક ઘટના રૂબરૂ જોવા મળી હતી. જેમાં પડછાયો એ માત્ર 60 સેકન્ડ માટે જ ગાયબ થતો જોવાં મળે છે.

You might also like