VIDEO: શું આને કહેવાય વિકાસ? જો આ રોડ પરથી પસાર થશો તો ચોંટી જશો

અમદાવાદ: મહાનગરપાલિકા ભર ઊનાળે કામઢી બની ગઇ છે. આકાશમાં વાદળો ઘેરાયાં છે અને તેણે જમીન પર ઠેર-ઠેર ખાડા ખોદવાનું શરૂ કર્યુ છે. તો આ તરફ `વિકાસ’ને પુરપાટ દોડાવવા તેણે રોડ તૈયાર કરવાનું પણ શરૂ કરી દીધું છે.

પરંતુ ખરા બપોરે રોડ પર પાથરેલો ડામર પીગળી રહ્યો છે અને તે `વિકાસ’ પહેલા બીજા કોઈને આ રોડ પરથી પસાર થવા દેવા માગતો નથી અને એટલે જ તેનાં પરથી પસાર થતાં સહુ કોઈનાં પગરખાં જપ્ત કરી રહ્યો છે.

ગરીબોનાં ચંપલનો ભોગ લેનારા જે રોડની અમે વાત કરીએ છીએ તે અમદાવાદ શહેરનાં પશ્ચિમ ઝોનમાં આવેલાં અખબારનગર સર્કલ પરનો રોડ છે. આ રોડ પર ખરા બપોરે 43 ડિગ્રી તાપમાનમાં રસ્તા પર ડામર પાથરવામાં આવ્યો છે. મટીરીયલની હલકી ગુણવત્તા અને અને તીવ્ર ગરમીનાં કારણે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે.

જેનાં કારણે રોડ પગપાળા પસાર થતાં અનેક નાગરિકો તકલીફમાં મૂકાઈ રહ્યાં છે. રોડ પર ચોંટી ગયેલા ચપ્પલનાં આ દ્રશ્યો એ વાતની ચાડી ખાય છે કે તેનાં પર ચાલનાર નાગરિકોની શું હાલત થઈ હશે. જો કે આ ભર ઉનાળે ડામરનાં રોડ પર કોઈને ઊઘાડા પગે ચાલવાનું પોષાય નહીં તેમ છતાં લાચાર થઈને કેટલાંક નાગરિકો ચપ્પલ ચોંટી જશે એ બીકે પોતાનાં પગરખા હાથમાં લઈને જ રોડ પરથી પસાર થઈ રહ્યાં છે.

તો કેટલાંક લોકો ખૂબ જ સાવચેતીથી પસાર થઈ રહ્યાં છે. રોડ પરથી પસાર થતાં વાહનચાલકોએ ખૂબ જ સાવધાની રાખવી પડી રહી છે. રખેને વાહન સ્લીપ ખાઈ જાય તો! તો આ તરફ ટ્રાફિકનું નિયમન કરનારા ટ્રાફિક કર્મીની ટ્રાફિકની બધી ચિંતા એક બાજુ મૂકી પોતાનાં બૂટ રોડ પર ચોંટી ન જાય તેની કાળજી રાખવા મજબૂર બન્યાં છે. તો આ તરફ આસપાસનાં રહીશો પણ પરેશાન છે.

ગત વર્ષે ભગીરથ ઇફ્રા. કંપનીને આ રોડ બનાવવાનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. રોડ હજી ગેરંટી પીરીયડમાં હતો તો પણ તૂટી ગયો હતો. જેનાં કારણે મ્યુનિ કોર્પોરેશને તેને નોટિસ પાઠવી હતી. તેણે હવે રિપેરિંગ કામ શરૂ કરી દીધું છે. તો આ તરફ કોર્પોરેશને રોડ કોન્ટ્રાકટરોને બચાવવા માટે રોડ પેઇન્ટિંગનો નવો પેતરો શોધી કોઢયો છે. તૂટેલાં આ રોડ પર હાલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રોડનાં ખરાબ કામ બદલ ભગવતી ઈફ્રાને નોટિસ આપવામાં આવી હોવા છતાં આ વર્ષે કંપની આ વર્ષે પણ ભગવતી ઈફ્રાને નવા પશ્ચિમ ઝોનનાં 100 કરોડનાં રોડનાં ટેન્ડર ફાળવી દેવામાં આવ્યાં છે.

મેગાસિટી અમદાવાદ શહેર જેટલું મોટું, એટલી જ મોટી તેની મોટી સમસ્યાઓ છે. વિકાસનાં કામો લોકોને શાંતિનો હાશકારો આપે ત્યારે આપશે પરંતુ આ કામો નાગરિકોને હાલ તો રોજિંદા જીવનમાં ભારે અડચણરૂપ બની રહ્યાં છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કળશ કૌભાંડઃ પૂજા સામગ્રીના નિકાલમાં નિયમો-પવિત્રતાનો ખુલ્લેઆમ ભંગ

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત એક અથવા બીજા પ્રકારનાં કૌભાંડ ગાજતાં હોય છે. હવે સાબરમતી નદીને ચોખ્ખીચણાક રાખવાના ઉદ્દેશથી નદી પરના…

8 hours ago

ગાંધીનગરમાં આજે દેશનો સૌથી મોટો ગ્લોબલ ટ્રેડ શો

અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે વાઈબ્રન્ટ સમિટ ૨૦૧૯ અંતર્ગત ગાંધીનગર ટાઉનહોલ ખાતે…

8 hours ago

ગેમ્સમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે CBSE બોર્ડ અલગથી પરીક્ષા લેશે

અમદાવાદ: દેશભરના ઊભરતા ખેલાડીઓ માટે એક રાહતના સમાચાર આવ્યા છે, જે વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ અને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા માટે બોર્ડની…

8 hours ago

કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને…

8 hours ago

અમદાવાદીઓ માટે આજે સાંજથી શોપિંગની મજા

અમદાવાદ: આજથી તા. ૨૮ જાન્યુઆરી સુધી ચાલનારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં રૂ.બે હજારની રજિસ્ટ્રેશન ફી ભરીને શહેરના ૧૫,૪૦૦ વેપારીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું…

8 hours ago

આમંત્રણ પત્રિકામાંથી નાયબ મુખ્યપ્રધાનનું નામ જ ગાયબ

અમદાવાદ: અમદાવાદીઓ માટે રૂ.૭પ૦ કરોડના ખર્ચે બનાવાયેલી અતિ આધુનિક સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ આજે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે…

8 hours ago