રાણીપ બસ ટર્મિનલ ખાતે વસૂલાય છે પાર્કિંગ ચાર્જ, GDCR નિયમોનું થઇ રહ્યું છે ઉલ્લંઘન

અમદાવાદઃ શહેરનાં રાણીપ બસ ટર્મિનલમાં પાર્કિગ માટે ચાર્જ વસૂલાતો હોવાની એક ઘટના સામે આવી છે. ટુ-વ્હીલરનાં રૂ.10 અને કાર પાર્કિગ માટે રૂ.20નો ચાર્જ લેવાય છે. આ ચાર્જ લેવાય છે તેમ છતાં મુસાફરોને વાહન પાર્ક કરવા માટે યોગ્ય સુવિધા મળી રહી નથી. રાણીપ બસ ટર્મિનલ પર ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ અપાયો છે. ત્યારે બીજી તરફ પોલીસ ખાનગી સ્થળો પર પાર્કિગ ચાર્જ મુદ્દે નોટિસ પાઠવી રહેલ છે.

GDCR મુજબ BU પરમિશન લેવા પાર્કિગ માટેની જગ્યા ફરજીયાત છે. ત્યારે અહીં અનેક પ્રકારનાં સવાલો ઉભા થાય છે કે, અત્યાર સુધી GDCRનાં નિયમોનું ઉલ્લંઘન કેમ થયું. ટુ-વ્હીલર, કાર પાર્કિંગ માટે કેમ આટલો ચાર્જ લેવાય છે. ટુ-વ્હીલરનાં 10, કાર પાર્કિગ માટેનાં રૂ.20નો ચાર્જ કેમ લેવાઇ રહ્યો છે.

પાર્કિગ માટે પૈસા લેવાય છે છતાં સુવિધા કેમ નથી અપાતી. અત્યાર સુધી પાર્કિગ ફીનાં નામે કેટલાં પૈસા વસૂલ્યાં તે પણ એક વિચારવા જેવી બાબત છે. પાર્કિગ પેટે જનતા પાસેથી કરોડોની લૂંટ શા માટે કરાઇ રહી છે. ટ્રાફિક વિભાગ શા માટે કોઈ પગલાં લઈ રહ્યાં નથી. શું પાર્કિંગ ચાર્જ ખાનગી કંપનીઓ વસુલી રહી છે? જેવાં અનેક પ્રકારનાં સવાલો ઉભા થાય છે.

You might also like