VIDEO: અમદાવાદનાં મેઘાણીનગરમાં અસામાજિક તત્વોએ દુકાનને કરી આગચંપી, ઘટના CCTVમાં કેદ

અમદાવાદઃ શહેરનાં મેઘાણીનગર વિસ્તારમાં છેલ્લાં ઘણાં સમયથી કેટલાંક અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. ત્યારે રવિવારે મોડી રાત્રે અસામાજીક તત્વોએ મેઘાણીનગર વિસ્તારમાં પાનની દુકાનમાં આગ લગાવી છે.

જેથી આ ઘટનાને લઇ સમગ્ર વિસ્તારનાં સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવાં મળ્યો છે અને સાથે સ્થાનિકોમાં રોષ પણ જોવાં મળી રહ્યો છે. જો કે આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઇ છે. જેથી પોલીસ હવે આ મામલે વધુ તપાસ હાથ ધરશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શહેરનાં કેટલાંક વિસ્તારોમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળ્યો છે. અધિકારીઓનાં આંખ આડા કાનને લઇ દિવસે ને દિવસે તેઓની ગુંડાગર્દી વધતી જાય છે.

જેથી ફરીથી શહેરનાં ઘાટલોડિયા વિસ્તારમાં એક દુકાનને ટાર્ગેટ કરી એક શખ્સે દુકાનને આગચંપી કરી હતી. જેને લઇ આ ઘટના CCTVમાં કેદ થતા પોલીસે હવે આ મામલે તપાસ હાથ ધરી અજાણ્યા શખ્સની ધરપકડ કરવા માટે શોધખોળ હાથ ધરી છે.

You might also like