અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે પરત ખેંચાતા હાઇકોર્ટમાં પિટિશનનો નિકાલ થયો હતો અને પબજી ગેમ રમવા પર લીલીઝંડી મળી ગઇ હતી. રાજકોટમાં પ્રતિબંધ હટાવાયા બાદ અમદાવાદમાં પબજી ગેમ રમતા રસિયાઓમાં એક અવઢવ ઊભી થઇ છે કે, અમદાવાદમાં પણ પ્રતિબંધ ચાલુ છે કે કેમ?

અમદાવાદ શહેર પોલીસ કમીશ્નર એ.કે.સિંધે માર્ચ મહિનામાં જાહેરનામુ બહાર પાડીને પબજી ગેમ રમવા પર એક મહિના સુધી રોક લગાવી હતી. પબજી ગેમ પર રોક લગાવતું જાહેરનામુ રીન્યુ નહીં કરતા એપ્રિલ મહિનાથી પબજી પર કોઇ પ્રતિબંધ નથી. પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

જ્યારે પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી હતી. આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત હતા જેને લઇને રાજકોટ, સુરત, અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસ કમીશ્નર દ્રારા બાળકોના હિતમાં નિર્ણય લઇને પબજી ગેમ પર પ્રતિંબધ મુક્યો હતો.

ગત માર્ચ મહિનામાં અમદાવાદના પોલીસ કમીશ્નર એ.કે.સિધે પબજી ગેમ પર પ્રતિંબધ લગાવવા માટેનું જાહેરનામું બહાર પાડ્યુ હતું. પોલીસ કંટ્રોલરુમના ડીસીપી વિજય પટેલે જણાવ્યું છે કે જાહેરનામું રિન્યૂ નહીં કરાતાં પબજી પર લગાવેલો પ્રતિંબધ હટી ગયો છે.

Dhruv Brahmbhatt

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 month ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 month ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 month ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 month ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 month ago

આ IT કંપનીમાં જ્યારે મરજી થાય ત્યારે ઓફિસ જાઓ, ગેમ્સ રમો ચાહે સૂઈ જાઓ

ઇન્દોરઃ ન્યૂ આઇટીપાર્કમાં શરૂ થયેલી એક આઇટી કંપનીમાં કર્મચારીઓનો ઓફિસ આવવાનો કોઇ સમય નક્કી નથી. કામ દરમિયાન થાક ઉતારવા માટે…

1 month ago