એરપોર્ટ પર એટીસી ટાવરની કામગીરી ફરી પાછી ઠેલાઈ

અમદાવાદ: અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ બન્યાને અાજે દોઢ દાયકા કરતાં વધુ સમય થઈ ગયો છે છતાં નવું એર ટ્રાકિફ કન્ટ્રોલ (એટીસી) ટાવર બનાવવામાં અાવ્યું નથી.  અમદાવાદ ખાતે ઈન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બન્યાને અાજે દોઢ દાયકા જેટલો સમય વિતી જવા અાવ્યો છે.. તેમ છતાં અમદાવાદ એરપોર્ટ ઉપર એર ટ્રાકિફનું કન્ટ્રોલિંગ હજુ પણ વર્ષો જૂની બિલ્ડિંગમાંથી કરવામાં અાવી રહ્યું છે.અમદાવાદ એરપોર્ટ ખાતે નવો એટીસી ટાવર બનાવવા માટેની ફાઈલ છેલ્લા ચારેક વર્ષથી અમદાવાદ દિલ્હી વચ્ચેના અાંટા ફેરા મારી રહી છે. એટીસી ટાવર પાછળ અંદાજે 47 કરોડ રૂ. ખર્ચ થનાર છે. અા માટે દિલ્હીના તંત્ર દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઇ છે. જો કે એરપોર્ટ અોથોરિટીના સૂત્રોનાં જણાવ્યા મુજબ અાગામી એપ્રિલ માસ બાદ એટીસી ટાવર બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં અાવશે.

You might also like