નવા કરવેરા વગરનું વર્ષ ૨૦૧૬-૧૭નું ૫૬૫૫ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ

અમદાવાદ: અમદાવાદ શહેરના નગરજનો ઉપર કોઈપણ જાતના નવા કરવેરા ઝીંકયા વગર મ્યુનિ. કમિશ્નર ડી. થારાએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું ૨૦૧૬-૧૭ના વર્ષનું રૂ. ૫૬૫૫ કરોડનું ડ્રાફટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. ગયા વર્ષે રૂ. ૫૨૫૦ કરોડના ડ્રાફટ બજેટમાં રૂ, ૪૦૫ કરોડનો જંગી વધારો કરવામાં આવ્યો છે. જે ૨૬૭૫ કરોડનો રેવન્યૂ ખર્ચ અને ૨૯૮૦ કરોડના કેપિટલ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે.

મ્યુનિ. કમિશનર ડી. થારાએ પત્રકારોને જણાવ્યું હતું કે આ વર્ષનું બજેટ સઘળા પ્રકારની માળખાકીય સુવિધાઓ પૈકી પીવાનું શુધ્ધ પાણી તથા સમયસર પાણી પુરું પાડવા પર તથા સ્વચ્છતા અને હરિયાળું અમદાવાદ તેમજ વાયુ પ્રદૂષણ ઘટે અને ઓક્સિજનનું પ્રમાણ વધે તેવા પ્રયાસો પર આધારિત હોવાથી કલીન, ગ્રીન અન્ડ બ્લ્યુ અમદાવાદ માટેનું બજેટ કહી શકાય.

ભારતના વડાપ્રધાનના મેક ઈન ઈન્ડિયાના કાર્યક્રમ હેઠળ અ.મ્યુ.કો. અને ભાભા એટોમિકરીસર્ચ સેન્ટર વચ્ચે રેડિએશન ટેકનોલોજી દ્વારા સુએજ સ્લજના હાઈજીનેશન માટેનો પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ડી. થારાએ બજેટ રજૂ કરતા વધુમાં જણાવ્યું હતું કે હુડકોની લોન લેવા માટે સરદાર સ્ટેડિયમ સહિતની મિલકતો જે ગીરે મૂકવામાં આવી હતી તેની લોનના નાણાં ભરાઈ જતાં મિલકતો ગીરા મુક્ત થઈ છે. આગામી વર્ષે રાજય સરકાર તરફથી ઓકટ્રોયની આવકમાં ૧૦ ટકા વધારો થાય તે રીતે બજેટમાં જોગવાઈ કર્યો છે.

શહેરમાં નવા બિલ્ડિંગો બનતાં વૃક્ષારોપણ અને પાણીના મીટર લગાવે તો જ બી.યુ. પરમિશન આપવાની નીતિ ચાલુ રાખી છે. શહેરમાં ૧૩૦ કિ.મી.ના રોડ આગામી વર્ષે રીસરફેઈસ કારશે. આ ઉપરાંત રોડ ઉપર ગટરોના લેવલો  માટે રોડકટર મશીન વસાવવામાં આવશે. શહેરમાં પ્લાસ્ટિકમાંથી રોડ પ્રોજેકટને આગળ ધપાવાશે.  બીઆરટીએસ અને એએમટીએસમાં ૨.૮૯ લાખ મુસાફરો પરિવહન કરે છે. આગામી દિવસોમાં બીઆરટીએસ કોરીડોર બસ કોરીડોર બનશે.

શહેરમાં એફોર્ટેબલ ૯૬૦૦૦ મકાનો કોર્પોરેશન બનાવી રહી છે. જેમાં ૫૦ હજાર ઉપરાંત તૈયાર થઈ ગયા છે. જેમાં ૪૬૦૦૦ મકાનો કોર્પોરેશને અને ૫૦ હજાર મકાનો ખાનગી ધોરણે કેન્દ્ર સરકારે બનાવ્યા છે. ચંડોળા-સૈજપુર સહિત ચાર તળાવોનો વિકાસ કરાશે. અમદાવાદની એનએમએસ મેડિકલ કોલેજમાં મેડિકલ માટે હાલમાં ૧૫૦ બેઠકો છે. તેમાં ૧૦૦ વધુ બેઠકો વધતા હવે મેડિકલની ૨૫૦ બેઠકો થશે.

મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું હતું કે શહેરમાં અપાતા પીવાના પાણીના શુધ્ધિકરણના કારણે શહેરમાં રોગચાળાના કેસોમાં ઘટાડો થયો છે. ઈસરો પાસેથી લેટેસ્ટ સેટેલાઈટ ઈમેજિસ મેળવીને ઝોનમાં થતાં ગેરકાયદે દબાણોની વિગતો મેળવી તાકિદે દૂર કરવામાં આવે તેવી જી.આઈ.એસ. બેઈઝ મોનિટરિંગ વ્યવસ્થા કાર્યરત કરાશે. શહેરમાં સ્ટ્રીટ લાઈટમાં તબક્કાવાર ૫૦,૦૦૦ એલ.ઈ.ડી. ફીટિંગ લગાડાશે જેમાં ૨૦૧૬-૧૭ના વર્ષમાં રૂ. ૭ કરોડની ફાળવણી કરવામાં આવશે.

અલગ ફાઇબર ઓપ્ટિલ નેટવર્ક ઉભુ કરવા તૈયારી
ડિજિટલ ઇન્ડિયાના ભાગરુપે ૧૬ સ્માર્ટ સિટી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરુપે ગુજરાત રાજ્યના છ શહેરોને અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. આના ભાગરુપે માળખાકીય સુવિધા વિકસિત કરાશે. સ્માર્ટ સિટી શહેરમાં જોબ ક્રિએશન, શહેરના આર્થિક વિકાસ માટેનું ગ્રોથ એન્જિન અમદાવાદમાં બનાવવા તૈયારી કરાઈ છે. શહેરજનોને પુરી પાડવામાં આવતી સેવાઓમાં ચોકસાઈથી અને પારદર્શકતા જળવાય તે હેતુથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદનું પોતાનું   અમદાવાદી એપ બનાવવાનું આયોજન છે જેમાં શહેરજીનોને તેમના વિસ્તારમાં થઇ રહેલ કામની વિગતો જાણળા મળશે. કોર્પોરેશનના તમામ વોર્ડ ઓફિસો, ઝોનલ ઓફિસો, સીવિક સેન્ટર, અર્બન હેલ્થ સેન્ટર, પ્રાઈમરી સ્કૂલો, હોસ્પિટલો, બગીચાને લગતી કામગીરી માટે કોર્પોરેશન પોતાનું અલાયદું ફાઇબર ઓપ્ટિકલ નેટવર્ક ઉભુ કરનાર છે. જેનાથઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓની ડિલિવરીમાં પારદર્શકતા આવશે અને સદર સેવા ઝડપથી કાર્યક્ષમરીતે ઓછા ખર્ચે પુડી પાડી શકાશે.

You might also like