મ્યુનિ. કચેરીના બસ સ્ટેશન પાસે જ BRTSનાં ધાંધિયાં

અમદાવાદ મ્યુનિસિલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અવલ સ્માર્ટ સિટીના દેશભરમાંથી વિવિધ એવોર્ડ મેળવવામાં આવે છે. જેમાં બીઆરટીએસ બસ સર્વિસનો પણ સમાવેશ કરાય છે.

જો કે તંત્રની ઢોલની પોલ વારંવાર ખૂલતી આવી છે. તાજેતરમાં આસ્ટોડિયા રોડ પર આવેલા મ્યુનિસિપલ મુખ્યાલયના બસ સ્ટેશનના ઉતારુઓ તંત્રના ‘ખોદકામ થી તોબા પોકારી ઉઠ્યા છે. મ્યુનિસિપલ મુખ્યાલય બસ સ્ટેશનથી થોડે જ દૂર સત્તાવાળાઓએ કેટલાક દિવસ પહેલા ગટર લાઇન બિછાવવા ખાડો ખોડ્યો હતો પરંતુ આ જગ્યા વ્યવસ્થિત પુરાણ ન કરાતાં ઉતારુઓને બસ સ્ટેશનથી ટિકિટ લઇને રોડ પરથી બસ પકડવી પડે છે.

પાણી કે ગટર લાઇન માટેનાં ખોદકામ કરાયા બાદ જે તે ઝોનનો ઇજનેર વિભાગ કોન્ટ્રાક્ટર પાસે ઢંગનું પુરાણ કરાવતું નથી ઉપરાંત ફરીથી જે તે જગ્યાનું રિસરફેસિંગ થતું નથી. એટલે અવલ સ્માર્ટ સિટીના દાવા વચ્ચે પણ લોકો તો એક અથવા બીજી રીતે હાલાકી ભોગવી રહ્યા છે.

You might also like