Categories: Gujarat

અમદાવાદ મ્યુનિ. ઢોરવાડાની બદતર હાલત

અમદાવાદ: તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદીઓને કનડતી રખડતાં ઢોરની સમસ્યાના મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઊધડો લેવાતાં તંત્રે હવે ‘રાઉન્ડ ધી ક્લોક’ની રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ ચલાવી છે. છેલ્લા પંદર દિવસમાં સત્તાવાળાઓએ ૧ર૪પથી વધુ રખડતાં ઢોર પકડીને બહેરામપુરામાં આવેલા ઢોરવાડામાં પૂરી દીધાં છે તેમજ શહેરમાંથી વધુ ને વધુ રખડતાં ઢોર પકડવા નવાં વાહનો ખરીદવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. બીજી તરફ ઢોરવાડો બદથી બદતર હાલતમાં છે.

મ્યુનિસિપલ તંત્રની રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ આમ તો હાઇકોર્ટની લાલ આંખના પગલે હાથ ધરાઇ છે. દરરોજ ૬૦થી ૭૦ રખડતાં ઢોર પકડીને ઢોરવાડામાં પૂરી દેવાનાે તંત્રનાે દાવાે છે, પરંતુ બહેરામપુરા ખાતેના એકમાત્ર ઢોરવાડામાં ઢોરની ખૂબ કફોડી હાલત છે.

બહેરામપુરામાં આશરે પાંચ લાખ સ્કવેર ફૂટના વિશાળ પ્લોટમાં અંદા‌િજત ૧પ૦૦ ઢોર રાખવાની ક્ષમતા છે, પરંતુ તંત્રના તાજેતરના અભિયાનથી પણ ઢોરવાડામાં ઠાંસી ઠાંસીને ઢોર પૂરવાં પડે તેવી દહેશત સર્જાઇ છે. ઢોરવાડાના પાછળના ભાગમાં અલ્લાનગર વિસ્તાર છે. અલ્લાનગરમાં કાયદેસર અને ગેરકાયદે ‌િચકન-મટનની દુકાન ધમધમતી હોઇ રખડતાં કૂતરાં ઢોરવાડાની વાડ ઠેકીને અંદર ઘૂસી આવે છે અને ઢોરવાડાનાં ઢોરને પરેશાન કરે છે. ગમાણમાં ખાડા પડવાથી ગાય-ભેંસના ફસકી પડવાથી ટાંટિયા તૂટે છે. ગમાણ ઉપરની છત પણ તૂટેલી-ફૂટેલી હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં વરસાદી પાણી ઢોરની મુસીબતમાં વધારો કરે છે. ગમાણમાં ઢોરને ખીલે બાંધીને રાખવાની વ્યવસ્થા પણ જર્જરિત થઇ ચૂકી હોઇ ઢોરને ગમે તેમ આડાં કે ઊભાં રખાય છે. વર્ષોજૂની ગટર લાઇન તત્કાળ રિપે‌રિંગ માગી લે તેવી છે. વરસાદી પાણીના નિકાલની સિસ્ટમ પણ બાબા આદમના જમાનાની છે. ગટર લાઇન અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનના તૂટેલા મેનહોલ અને કેચપીટના કારણે ભારે વરસાદમાં ઢોરવાડો જ જળબંબાકાર થાય છે.

ઊહાપોહ વધવાથી વહીવટી સત્તાવાળાઓએ ઢોરવાડાની મરામતની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હોવાનું જાણવા મળ્યું છે, જોકે ઢોરવાડાની સતત ઉપેક્ષા કરાતી હોઇ ઢોરવાડો ઢોર માટેનો કસાઇવાડો બન્યો હોવાના ગંભીર આક્ષેપ મ્યુનિસિપલ બોર્ડમાં થઇ ચૂક્યા છે.

divyesh

Recent Posts

એપલની ત્રણ ટકા કેશબેકવાળી પેમેન્ટકાર્ડ સેવા ઉપરાંત ન્યૂઝ પ્લસ અને સ્ટ્રીમિંગ પણ લોન્ચ

(એજન્સી)કેલિફોર્નિયા: કેલિફોર્નિયા સ્થિત સ્ટીવ જોબ્સ થિયેટરમાં એપલની શો ટાઈમ ઈવેન્ટમાં ગઈ કાલે મોડી રાતે કંપનીએ પેમેન્ટ માટે એપલ-પે, એપલકાર્ડ, એપલ…

16 hours ago

દિલથી હું બહુ બોલ્ડ છુંઃ અદા શર્મા

વર્ષ ૨૦૦૮માં રિલીઝ થયેલી વિક્રમ ભટ્ટની ફિલ્મ '૧૯૨૦'થી અદા શર્માએ કરિયર શરૂ કરી હતી. ફિલ્મ સફળ થઇ છતાં પણ અદાને…

16 hours ago

રામાયણમાં સુંદરકાંડ સૌથી શ્રેષ્ઠ છે….

સુંદરકાંડનો પ્રાદુર્ભાવ લંકામાં થયો છે. લંકા ત્રિકૂટ પર્વત પર આવેલો છે. ત્રિકૂટ એટલે ત્રણ શિખર. જેમાં એક શિખરનું નામ નલ…

16 hours ago

જીતીને હારી ગયેલા અશ્વિને કહ્યુંઃ મેં કંઈ ખોટું નથી કર્યું

(એજન્સી) જયપુર: કિંગ્સ ઈલેવન પંજાબે ગઈ કાલે રાજસ્થાન રોયલ્સની ટીમને IPLની પોતાની પ્રથમ મેચમાં 'વિવાદિત' રીતે ૧૪ રને હરાવી દીધી.…

17 hours ago

પેમેન્ટમાં ડિફોલ્ટ થતાં આરકોમ-જિઓ સ્પેક્ટ્રમ ડીલની DOT દ્વારા તપાસ શરૂ

(એજન્સી)નવી દિલ્હી: અનિલ અંબાણીની કંપનીએ રૂ.૨૧ કરોડના સ્પેક્ટ્રમ પેમેન્ટ પર ડિફોલ્ટ કર્યા બાદ ટેલિકોમ વિભાગ (DOT)એ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને…

18 hours ago

US જવા પતિ એરપોર્ટ પર રાહ જોતો રહ્યો, પત્ની પોલીસ સ્ટેશન પહોંચી

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક NRI યુવતી તેના પતિની જાણ બહાર તેના પાસપોર્ટ અને અગત્યના ડોક્યુમેન્ટ લઇને…

18 hours ago