અમદાવાદ : એરપોર્ટ પર બોમ્બની અફવાનો મામલો, કંઇ ન મળતા તંત્રને રાહત

અમદાવાદ : અમદાવાદથી મુંબઇ તરફ જઇ રહેલી ફલાઇટમાં બોમ્બની માહિતીના પગલે ફલાઇટને અમદાવાદ એરપોર્ટ પર રોકી દેવામાં આવી હતી. ત્યાર વિમાનમાંથી મુસાફરોને હેમખેમ નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. તમામ મુસાફરોને સુરક્ષિત જગ્યાએ ખસેડાયા બાદ ફલાઇટની સઘન તપાસ શરૂ કરાઇ હતી.

જો કે તંત્રને ફલાઇટમાંથી કંઇ ન મળતા રાહત અનુભવી હતી. ફલાઇટમાં બોમ્બની માહિતી મળતાં જ બોમ્બ સ્કોવોર્ડ અને ડોગ સ્કોવોર્ડ એરપોર્ટ પર પહોંચી ગયા હતા. સૂત્રોને મળતા અહેવાલ મુજબ એસઓજી દ્વારા ત્રણ શંકાસ્પદ વ્યક્તિની પુછપરછ કરવામાં આવી હતી.

You might also like