લ્યો બોલો!! સૂતેલા મહિલા પીએસઆઈના ઓશિકા નીચેથી બે મોબાઈલ ચોરાયા

અમદાવાદ: તસ્કરોને પકડનાર પોલીસનો સરસમાન પણ હવે સુરક્ષિત નથી રહ્યો તેવું લાગી રહ્યુ છેકે કારણકે હવે પોલીસનાં ઘર પણ સુરક્ષિત નથી. રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એક મહિલા પીએસઆઇના બે મોબાઇલ ફોનની ચોરી થઇ છે.

શાહીબાગ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ માધુપુરા પોલીસ લાઇનમાં મહિલા પીએસઆઇ રાતે ધાબા પર સુઇ ગયા હતા ત્યારે કોઇ અજાણ્યા શખ્સે તેમના મોબાઇલ ફોનની ચોરી કરી લીધી છે.

પોલીસ લાઈન પણ હવે સુરક્ષિત નથીઃ માધુપુરા પોલીસ લાઈનનો બનાવ

શહેરના શાહીબાગ પોલીસ સ્ટેશનની પાછળ આવેલી માધુપુરા પોલીસ લાઇનમાં રહેતા અને રખિયાલ પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતાં પારુલબહેન કમાભાઇ મેરે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.

ગુરુવારે પારુલબહેન ધાબા પર તેમના પરિવાર સાથે સુવા માટે ગયા હતા જ્યાં તેમના બે મોબાઇલ ફોન ઓશિકા નીચે મુક્યા હતા. વહેલી સવારે પારુલબહેન ઉઠ્યાં ત્યારે બે મોબાઇલ ફોન ગાયબ હતા. પારુલબહેને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

You might also like