VIDEO: અમદાવાદની સાબરમતી નદીમાંથી પસાર થશે મેટ્રો ટ્રેન, બનાવાશે સુરંગ

અમદાવાદઃ શહેરમાંથી પસાર થતી મેટ્રો ટ્રેન સાબરમતી નદીમાંથી પસાર થશે એવાં સમાચાર સામે આવ્યાં છે. જેથી સાબરમતી નદીમાં મેટ્રો માટે સુરંગ બનાવવામાં આવશે. આ સુરંગ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. જેનાં માટે સાબરમતી નદીમાં સોઈલ ટેસ્ટિંગનું કામકાજ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં ગાંધીબ્રીજ પાસે સોઈલ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરાઈ છે. મહત્વનું છે કે અમદાવાદમાં 2019 સુધીમાં મેટ્રો ટ્રેન દોડાવવાનું સરકારનું સ્વપ્ન છે. જેને લઇને હાલ મેટ્રો ટ્રેન માટે શહેરભરમાં પૂરા જોરશોરથી કામગીરી ચાલી રહી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વચ્ચે આવેલી સાબરમતી નદીમાંથી સુરંગ બનાવીને તેમાંથી મેટ્રો ટ્રેન પસાર કરવામાં આવશે. હાલ સુરંગ બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદનાં સાબરમતી પર આવેલા ગાંધી બ્રિજ પાસે શાહપુર તરફથી સુરંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ગુજરાતમાં પહેલી વાર જ નદીનાં અંદર સુરંગમાંથી ટ્રેન પસાર થશે. હાલ સુરંગ બનાવવા માટે કામગીરી પણ ચાલી રહી છે.

You might also like