અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માર્ચ-૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરાશે

ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના બીજા દિવસે મહાત્મા મંદિરના સેમિનાર હોલ-૧ ખાતે ‘સ્માર્ટ અને રહેવાલાયક શહેરોઃ તકો અને પડકારો’ વિષય પર સેમિનાર યોજાયો હતો. વેંકૈયા નાયડુએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે અમદાવાદનો મેટ્રો રેલ પ્રોજેક્ટ માર્ચ-૨૦૧૮ સુધીમાં પૂર્ણ કરી દેવાશે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટ માટે રૂ. ૮૦૦ કરોડ ફાળવ્યા છે. ગુજરાતમાં આવવાથી એક નવી ઊર્જા મળે છે. ગુજરાત હંમેશાં વિશ્વને નવી દિશા બતાવે છે, ગુજરાત એ લીડર્સની ભૂમિ છે. આગામી મહિને દેશનાં વધુ ૪૦ સ્માર્ટ સિટીની યાદી જાહેર કરવામાં આવશે.

અત્યાર સુધીમાં ૬૦ શહેરની યાદી જાહેર થઇ ચૂકી છે. આજે દેશનાં વિવિધ રાજ્ય વચ્ચે વિકાસની તીવ્ર સ્પર્ધા ચાલી રહી છે.  દેશમાં આજે મોદી મોડલ એટલે કે ‘મેકિંગ ઓફ ડેવલપમેન્ટ ઇન્ડિયા’ ચાલી રહ્યું છે. આગામી સમયમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓના બોન્ડ બહાર પાડવાની મર્યાદા વધારવામાં આવશે. નોટબંધી અંગે નાયડુએ જણાવ્યું હતું કે નોટબંધી બાદ બેન્કોમાં નોટો પાછી આવે એ મહત્ત્વનું છે, નહીં કે તે નાણું બ્લેક છે કે વ્હાઇટ તે મુદ્દો. કેન્દ્રના રાજ્યકક્ષાના વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે વાઇબ્રન્ટ સમિટથી ગુજરાતનો વિકાસ થશે અને સારું મૂડીરોકાણ ગુજરાતમાં આવશે.
http://sambhaavnews.com/

You might also like