અમદાવાદ-મહેસાણા હાઈવે પર મુસાફરના સ્વાંગમાં વાહનચાલકોને લૂંટતી ટોળકી ઝડપાઈ

અમદાવાદ: અમદાવાદ-મહેસાણા હાઈવે પર મુસાફરના સ્વાંગમાં ઊભા રહી વાહનચાલકોને રોકી લૂંટ કરતી એક ટોળકીને પોલીસે રાધનપુર સર્કલ નજીકથી અાબાદ ઝડપી લઈ લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અમદાવાદ-મહેસાણા હાઈવે અને રાધનપુર સર્કલ નજીક વાહનચાલકોને લૂંટી લેવાની ઘટના બનતા પોલીસે રાત્રી દરમિયાન વોચ ગોઠવી હતી. અગાઉથી મળેલી બાતમીના અાધારે પોલીસે રાધનપુર સર્કલ પાસેથી ઉપરોક્ત ગેંગના છ શખસોને કાર અને હથિયારો સાથે ઝડપી લઈ પૂછપરછ કરતાં અા ટોળકીએ વીસનગરમાં અાંગ‌િડયા લૂંટના ગુના સહિત અનેક ગુનાની કબૂલાત કરી હતી.

અા ટોળકીની મોડસ ઓપરેન્ડી એવી હતી કે હાઈવે પર ઊભા રહી પસાર થતા વાહનચાલકોને હાથ બતાવી વાહનમાં મુસાફરના સ્વાંગમાં બેસી જતા હતા અને ત્યારબાદ વાહનચાલકને ધાકધમકી અાપી લૂંટ ચલાવવામાં અાવતી હતી.  પોલીસે અફઝલબાબુ શેખ, ઈરફાન ગિલુ શેખ, વિક્રમસિંહ અમૃતજી ઠાકોર, દિનેશ અંબારામ ચૌહાણ, શાહરુખ અબ્બાસભાઈ અને નિયાઝ હયાતખાન પઠાણની ધરપકડ તમામને રિમાન્ડ મેળવ્યા છે. અા ગેંગે ખેરાલુ એસટી ડેપો પર સાત લાખની, સિદ્ધપુર ચોકડી પાસેથી ત્રણ લાખની અને દાસજ ચોકડી પાસેથી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરતાં પોલીસે મુદ્દામાલ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

home

You might also like